Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને ટામેટા મળ્યા:મેસમાં સ્ટુડન્ટ્સની રેડ, એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી; ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા જવાબદાર સામે કાર્યવાહીની માંગ

    7 hours ago

    ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલની મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ખરાબ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભોજનમાં વપરાતી વસ્તુઓ પણ એક્સપાયર થયેલી નીકળી હતી. જેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહીને જમવા મજબૂર બન્યા હતા અમદાવાદમાં ભારે વરસાદમાં કારણે પાણી ભરાયા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં વરસાદના ગંદા પાણી હોસ્ટેલની મેસમાં ઘૂસી ગયા હતા તેમજ ત્યાં જ કાનખજૂરો તરતો હોવા છતાં વિદ્યાર્થીઓની અન્ય જગ્યાએ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તેમજ બીજી જગ્યાએ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહીને જમવા મજબૂર બન્યા હતા. ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં સ્ટુડન્ટ્સની રેડ ફરી એક વખત વિદ્યાર્થીઓને આપવામાં આવતા આવતી સુવિધાઓને લઈને સવાલ ઊભા થયા છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં આવેલી મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સ્ટુડન્ટ્સ રેડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ભોજનમાં વપરાતી અલગ અલગ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સાથે રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રેડ કરી હતી. સડેલા ડુંગળી અને ટામેટા, ખાદ્ય સામગ્રી પણ એક્સપાયર થયેલી જે દરમિયાન વિદ્યાર્થીઓની શાકભાજીમાં વપરાતા ડુંગળી અને ટામેટા મોટા ભાગના સડેલા હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. કેટલીક પેકિંગ ખાદ્ય સામગ્રી એક્સપાયર થયેલી હોવાનું તો કેટલીક ખાદ્ય સામગ્રી પર એક્સપાયર તારીખ પણ ન લખેલી હોવાનું સામે આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પારડીમાં રેગઝીન બનાવતી કંપનીમાં આગ:ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા, વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડે કલાકમાં કાબૂ મેળવ્યો
    Next Article
    સુરતમાં ગેસ ચોરીનું કૌભાંડ, HPCLનો કર્મી ચલાવતો:ગેરકાયદે ટેન્કરમાંથી જીવના જોખમે ગેસ સિલિન્ડર ભરી 700માં વેચતા, 9 આરોપીનો અલગ અલગ રોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment