Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીમાં રેગઝીન બનાવતી કંપનીમાં આગ:ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા, વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડે કલાકમાં કાબૂ મેળવ્યો

    6 hours ago

    વલસાડ જિલ્લાના પારડીમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલી રેગઝીન બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગ એટલી મોટી હતી કે આખી કંપનીમાંથી ધુમાડાના કાળા ગોટા આકાશમાં ઊંચે સુધી દેખાયા હતા. શનિ-રવિની રજા હોવાથી કંપની બંધ હતી. આ કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પારડી નગરપાલિકાના ફાયર ઓફિસર દિવ્યેશ પટેલે જણાવ્યું કે, આગની જાણ થતાં જ તેમની ટીમે તરત કામ શરૂ કરી દીધું હતું. કંપનીમાં રેગઝીન અને કેમિકલ જેવો સળગી ઊઠે તેવો સામાન હતો. આ કારણે આગ ખૂબ ફેલાઈ ગઈ હતી અને નાના બ્લાસ્ટ પણ થયા હતા. આગની ગંભીરતા જોઈને વલસાડ નગરપાલિકા અને અતુલ લિમિટેડની ફાયર ટીમોને પણ મદદ માટે બોલાવાઈ હતી. લગભગ દોઢ કલાકની મહેનત પછી ત્રણ ફાયર ફાઈટરોની ટીમે આગ પર પૂરો કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ કૂલિંગનું કામ શરૂ કરાયું હતું. કંપની રહેણાંક વિસ્તાર અને બીજી નાની કંપનીઓની નજીક હોવાથી પોલીસે ભીડને દૂર કરી સુરક્ષા આપી હતી. પહેલા અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે. આ કારણે કંપની માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે FSL ટીમની મદદ લેવાશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ:જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિરનારમાં ઝરણાં શરૂ, દામોદર કુંડમાં નવા નીર આવ્યા અને ઝાંઝરડા અંડરપાસ પાણીમાં ગરકાવ થયો
    Next Article
    ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને ટામેટા મળ્યા:મેસમાં સ્ટુડન્ટ્સની રેડ, એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી; ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા જવાબદાર સામે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment