Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ:જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિરનારમાં ઝરણાં શરૂ, દામોદર કુંડમાં નવા નીર આવ્યા અને ઝાંઝરડા અંડરપાસ પાણીમાં ગરકાવ થયો

    6 hours ago

    ​જૂનાગઢ શહેર તેમજ સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં અસહ્ય ગરમી અને લાંબા વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અચાનક બદલાયેલા હવામાન વચ્ચે વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એક કલાકમાં એકથી દોઢ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા આ વરસાદથી નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને ચોમાસા જેવો રમણીય માહોલ સર્જાયો છે. ​જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. ગિરનારની પહાડીઓ પરથી મનોરમ ધોધ અને કૂદરતી ઝરણાં વહેતા થઈ ગયા છે. આ ઉપરવાસના વરસાદને પરિણામે પવિત્ર અને ઐતિહાસિક દામોદર કુંડમાં નવા નીરની સુંદર આવક થઈ છે તેમજ દામોદર કુંડની સામે આવેલા ઝરણાંમાં ધોધ વહેવા લાગતા ભવનાથ ની મજા માણવા લોકો આવી રહ્યા છે. બીજી તરફ, જૂનાગઢ શહેરમાં બપોર પછી તૂટી પડેલા અનરાધાર વરસાદને લીધે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. ખાસ કરીને ઝાંઝરડા તરફ જતું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ​જિલ્લાના તાલુકા મથકોની વાત કરીએ તો જૂનાગઢ શહેર અને કેશોદમાં દોઢ ઇંચ, જ્યારે માણાવદર અને વિસાવદરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. કેશોદ શહેર ઉપરાંત પીપળી અને બામણાસા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર બન્યા છે અને ખેતરોમાં પાણી ચાલતા થયા છે. વંથલી પંથકના શાપુર, સાંતલપુર અને બંટીયા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત માળિયા-હાટીના અને તેના આસપાસના ખંભાળિયા, ખોડાદા, કુકસવાડા અને આરેણા સહિતના ગામોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. લાંબા સમયની આતુરતાપૂર્વકની રાહ જોયા બાદ વરસેલો આ વરસાદ ઊભા ખેતીપાક માટે સંજીવની અને આશીર્વાદરૂપ સાબિત થતાં ખેડૂત આલમમાં ખુશી અને મોટી રાહતની લાગણી છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરત-ગોંડલમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર:જાફરાબાદમાં રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા, તાલાલામાં વીજળી પડતા યુવકનું મોત;
    Next Article
    પારડીમાં રેગઝીન બનાવતી કંપનીમાં આગ:ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા, વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડે કલાકમાં કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment