Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ગોંડલમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર:જાફરાબાદમાં રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા, તાલાલામાં વીજળી પડતા યુવકનું મોત;

    15 hours ago

    આજે 20 સપ્ટેમ્બરે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા બે ઈંચ તો અમરેલીના કુકાવાવ વડિયામાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 14 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો આ તરફ અમદાવાદ અને સુરત શહેરમાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સુરત શહેરના ઉધના અને વરાછામાં તો જળબંબાકાર છે. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તાલાલા તાલુકામાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદમાં તો રસ્તાઓ નદીની જેમ પાણી વહેતા થયા હતા. જ્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદથી ધોધ વહેતા થયા છે. રાજ્યના વરસાદની તસવીરો '2-3 દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાંથી વિદાયની શરૂઆત કરશે' દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના કેટલાંક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. આજની તારીખે રાજ્યમાં સરેરાશ સામે 8 ટકા અને સૌરાષ્ટ્ર કચ્છમાં 22 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજે (20 સપ્ટેમ્બર) ચોમાસાની વિદાયની માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની શકયતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલીમાં 30MM વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ અત્યારે એક લો પ્રેશર સક્રિય છે. જે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. 22 તારીખે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Katrina Kaif की Trolling पर भड़के Salman Khan? Rakhi Sawant-Hrithik Roshan भी बरसे | Big Boss 20
    Next Article
    જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ:જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિરનારમાં ઝરણાં શરૂ, દામોદર કુંડમાં નવા નીર આવ્યા અને ઝાંઝરડા અંડરપાસ પાણીમાં ગરકાવ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment