Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બફારા બાદ બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:ઉધના અને વરાછામાં જળબંબાકારની સ્થિતિ, વાહનચાલકોને ભારે હાલાકી

    8 hours ago

    સુરતમાં આજે(20 સપ્ટેમ્બર) હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશ આંશિક વાદળછાયું હોવા છતાં વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો હતો. સૂર્યનારાયણના આકરા તાપ અને ભેજવાળા પવનોને પગલે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. દિવસની શરૂઆત ભારે અકળામણ સાથે થઈ હતી, પરંતુ બપોર થતાં જ કુદરતે મિજાજ બદલ્યો હતો. સુરતમાં પોણા બે ઇંચ વરસાદમાં ઉધના અને વરાછા જળબંબાકારની સ્થિતિ સર્જાય ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાના કારણે મુખ્ય માર્ગો પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે નોકરિયાતો અને રાહદારીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. દર ચોમાસે આ જ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિક લોકોમાં તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે. બીજી તરફ, વરાછા વિસ્તારમાં પણ પરિસ્થિતિ અત્યંત દયનીય બની હતી. વરાછા મેન રોડ તેમજ કૃષ્ણનગર વિસ્તારમાં માત્ર 10થી 15 મિનિટના ટૂંકા ગાળાના વરસાદમાં જ ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનો બંધ પડી જવાની ઘટનાઓ બની હતી, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવે તો સામાન્ય વરસાદી ઝાપટું પડે તો પણ રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતા હોવાથી સ્થાનિકો પાલિકાના વહીવટ સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે, બપોરના સમયે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા. પવનની ગતિ તેજ થતાંની સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રિંગ રોડ, મજુરા ગેટ, અઠવાલાઈન્સ, અડાજણ, પાલ, વરાછા, કતારગામ, ઉધના અને રાંદેર સહિતના મુખ્ય અનેક વિસ્તારોમાં એકસાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ઝાપટાંને કારણે રસ્તાઓ ભીંજાયા આશરે 15થી 20 મિનિટ સુધી વરસેલા આ અનરાધાર વરસાદે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. જોરદાર ઝાપટાંને કારણે રસ્તાઓ ભીંજાયા હતા અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. વરસાદનું જોર અંદાજે વીસ મિનિટ જેટલું રહ્યું હોવાથી ક્યાંય પણ પાણી ભરાવાની કોઈ સમસ્યા સર્જાઈ ન હતી, જેના પગલે વાહન વ્યવહાર સામાન્ય રીતે ચાલુ રહ્યો હતો અને નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો. અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી ટૂંકા ગાળાના આ ધોધમાર વરસાદે સુરતીઓને સવારથી અનુભવાતા અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત અપાવી છે. વરસાદ રોકાયા બાદ પણ આકાશમાં હજુ કાળા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને જોતાં આગામી કલાકોમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે. સમગ્ર સુરતનું વાતાવરણ હાલ આહલાદક અને શીતળ બની ગયું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ભાજપના નેતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ:પતિની સારવાર માટે એક લાખ ઉછીના લીધા, પરિણીતાને 'ઓમ વિલા' બંગલોમાં બોલાવી બળજબરી કરી, સજ્જડ પૂરાવા મળ્યાં
    Next Article
    ઇંગ્લેન્ડમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો:યુવકે પહેલાં માર માર્યો પછી બસમાંથી ઉતાર્યો, રસ્તામાં અનેક વાહનોને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment