Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો:યુવકે પહેલાં માર માર્યો પછી બસમાંથી ઉતાર્યો, રસ્તામાં અનેક વાહનોને ટક્કર મારી

    7 hours ago

    ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના ટેલફોર્ડમાં એક યુવકે શીખ બસ ડ્રાઇવર સાથે મારપીટ કરી અને તેની બસ લઈને ફરાર થઈ ગયો. યુવકે બસને ખોટી દિશામાં હંકારી અને રસ્તામાં અનેક વાહનોને ટક્કર પણ મારી. બાદમાં પોલીસે બસને રોકીને યુવકની ધરપકડ કરી લીધી. ઘટના શુક્રવાર સાંજે મેડલી વિસ્તારની કોર્ટ સ્ટ્રીટ પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવક અને બસ ડ્રાઇવર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ યુવકે ડ્રાઇવર પર હુમલો કર્યો અને તેને બસમાંથી નીચે ઉતારી દીધો. પછી તે બસ લઈને પાર્ક વે અને હાઈ સ્ટ્રીટ તરફ નીકળી ગયો. ડ્રાઇવરને નાની ઇજાઓ થઈ હુમલામાં બસ ડ્રાઇવરને નાની ઇજાઓ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા પેરામેડિક્સે તેમની સારવાર કરી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ ઘાયલ થઈ હોવાની માહિતી નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે CCTV અને વીડિયો માગ્યા વેસ્ટ મર્સિયા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસે આસપાસના લોકોને અપીલ કરી છે કે તેમની પાસે ઘટનાને લગતી ડેશકેમ, CCTV, મોબાઇલ ફોન અથવા ડોરબેલ કેમેરાની કોઈ રેકોર્ડિંગ હોય તો તે પોલીસને ઉપલબ્ધ કરાવે. આરોપી પોલીસ કસ્ટડીમાં પોલીસે 20 વર્ષીય યુવકની લૂંટ અને જોખમી રીતે વાહન ચલાવવાની શંકામાં ધરપકડ કરી છે. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને મામલાની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બફારા બાદ બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:ઉધના અને વરાછામાં જળબંબાકારની સ્થિતિ, વાહનચાલકોને ભારે હાલાકી
    Next Article
    રાજકોટના વેપારી સાથે રૂ.8.12 લાખનું સાયબર ફ્રોડ:વિદેશના નંબર પરથી વોટ્સએપમાં આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા જ બેન્ક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment