Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભાજપના નેતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ:પતિની સારવાર માટે એક લાખ ઉછીના લીધા, પરિણીતાને 'ઓમ વિલા' બંગલોમાં બોલાવી બળજબરી કરી, સજ્જડ પૂરાવા મળ્યાં

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને અગ્રણી સામે એક મહિલાએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે. 2020માં આર્થિક મુશ્કેલી સમયના નાણાંકીય વ્યવહારની આડમાં મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો અને ગર્ભ રહી ગયાનો આક્ષેપ કરાયો છે. સાયન્ટિફિક પુરાવા સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. સારવાર માટે પૈસા ઉછીના લીધા હતા મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, 2020માં ભોગ બનેલ મહિલાના પતિની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ કારણોસર મહિલાએ ભાજપના અગ્રણી શૈલેષ માકાસણાની પત્ની પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ પણ વાંચો, 'એન્જોય કરવા માટે બંગલે જવું છે' કહી ગયેલા મિત્રો જુગાર રમતાં ઝડપાયા હતા ફ્લેટ પર બોલાવી બળજબરી કરી નાણાંની ઉઘરાણીના બહાને શૈલેષ માકાસણાએ મહિલાને તેના રહેણાંક ફ્લેટ પર બોલાવી હતી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દુષ્કૃત્યના પરિણામે પરિણીતા ગર્ભવતી બની હતી. ધમકી અને બ્લેકમેલિંગનો આરોપ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેને 'ઓમ વિલા' બંગલા ખાતે બોલાવીને ફરીથી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ ઘટનાની કોઈને જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. 6 વર્ષ બાદ સાયન્ટિફિક પુરાવા સામે આવ્યા આ ઘટનાના આશરે 5થી 6 વર્ષ બાદ બાળકના અસ્તિત્વ વિશે પરિવારજનોને જાણ થતાં મામલો બહાર આવ્યો હતો. સાયન્ટિફિક પુરાવાઓ સામે આવ્યા બાદ પીડિત મહિલાએ હિંમત દાખવીને મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષ માકાસણા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ કાર્યવાહી અને અન્ય વિવાદો પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદના આધારે શૈલેષ માકાસણા વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. હાલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ આરોપી શૈલેષ માકાસણાના 'ઓમ વિલા' ખાતે આવેલા બંગલામાં રેન્જ આઈજીની ટીમ દ્વારા જુગારની રેડ પાડવામાં આવી હતી, જે તે સમયે ભારે ચર્ચામાં રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં યુવકે જાહેરમાં પોતાનું ગળું કાપ્યું:સૌરાષ્ટ્રથી ચોમાસાના પાછા પગલાં શરૂ થશે, સુરતમાં બાથરૂમ બન્યો ડેથ ચેમ્બર; ભાજપના નેતા સામે 6 વર્ષે દુષ્કર્મની ફરિયાદ
    Next Article
    સુરતમાં બફારા બાદ બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:ઉધના અને વરાછામાં જળબંબાકારની સ્થિતિ, વાહનચાલકોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment