Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામે પક્ષે પણ મારઝૂડ, મારી નાખવાની ધમકી આપી:કડિયાળી ગામે મકાન રિપેરિંગના કામે ગયેલા મજૂરને માર માર્યો

    7 hours ago

    જાફરાબાદના તાલુકાના કડિયાળી ગામે મકાન રિપેરિંગના કામ દરમિયાન થયેલા બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કડિયાળી રહેતા અને મજૂરી કામ કરતા 28 વર્ષીય પ્રવીણભાઈ સોમાભાઈ પરમાર તેમના કૌટુંબિક કાકા અરવિંદભાઈ જેઠાભાઈ પરમારના ઘરે ચાલી રહેલા મકાન રિપેરિંગના કામે ગયા હતા. આ દરમિયાન અરવિંદભાઈ સાથે હિંમત પરમાર અને જીતુ પ્રતાપભાઈ પરમારનું અગાઉથી મનદુઃખ ચાલતું હોવાના કારણે બંનેને પ્રવીણભાઈને ત્યાં કામ કરવું ગમ્યું ન હોવાથી બંને શખ્સોએ લાકડાના ધોકા લોખંડના પાઈપ વડે પ્રવીણભાઈને શરીરે માર માર્યો હતો. ઉપરાંત અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આપી છે. સામે પક્ષે હિંમતભાઈ પ્રતાપભાઈ પરમારે પણ પ્રવીણ પરમાર અને લક્ષ્મીબેન પરમાર સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ બાઇક લઈને પોતાના ઘરેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પ્રવીણ અને લક્ષ્મીબેને તેમના ઘર પાસે તેઓને અટકાવી અરવિંદભાઈના ઘરે મજૂરી કામ કરવા અંગે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા બાદ બટકું ભરી માર મારી બંનેએ મારી નાખવાની ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ‎:અમરેલીમાં 17 સપ્ટેમ્બરથી જિલ્લાની આઈટીઆઈમાં પ્રવેશનો ચોથો રાઉન્ડ
    Next Article
    એક મહિલાના 30 ટુકડા મળ્યા, સોયદોરાથી ડેડબોડી સાંધવી પડી:ઓળખ માટે લાશની પ્લાસ્ટિક સર્જરીનો ભારતનો સૌપ્રથમ કેસ, હત્યારાને ફાંસીએ લટકાવી દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment