Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈચ્છાપોરમાં લગ્નની લાલચ આપી યુવતી પર કારમાં દુષ્કર્મ:કાર નુકસાનીના નાણાં ચૂકવ્યા છતાં ઉઘરાણીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો

    7 hours ago

    સુરત શહેરમાં ક્રાઇમની બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. નાના વરાછા વિસ્તારમાં ભાડે લીધેલી સ્વિફ્ટ કારને થયેલા નુકસાનના નાણાં ચૂકવી દીધા હોવા છતાં સતત મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી મળતા ત્રસ્ત યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. બીજી તરફ, ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા એક શખ્સે લગ્ન કરવાની લાલચ આપી યુવતીને કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવી અપહરણ કરી પોતાની કારમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાર નુકસાનીના નાણાં ચૂકવ્યા છતાં ઉઘરાણીનો ત્રાસ નાના વરાછા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ ઘેલાભાઈ ઢોલરિયાના પુત્ર વીરને ભાવેશ સાંગડીયાએ વચ્ચે રહી સ્વિફ્ટ ફોરવ્હીલ કાર ભાડે અપાવી હતી. દરમિયાન કારને નુકસાન થયું હતું. કારને થયેલા નુકસાનની રકમ અંગે વીરે કટકે-કટકે પૈસા ચૂકવી આપ્યા હોવા છતાં આરોપી ભાવેશ સાંગડીયા દ્વારા વધુ ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સતત ઉઘરાણી અને ત્રાસના કારણે યુવક ભારે માનસિક તણાવમાં મુકાઈ ગયો હતો. ગાળો આપી ઢોલ-ધપાટ કરતા યુવકે અનાજની દવા પી લીધી ગત 17 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં ભાવેશ સાંગડીયાએ વીરને બોલાવી તેની સાથે બિભત્સ ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ઢોલ-ધપાટ કરી માનસિક ત્રાસ આપ્યો હતો. સતત મળતા ત્રાસથી કંટાળીને વીરે અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પી લીધા બાદ વીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રના મોત બાદ પિતા લાલજીભાઈએ પોલીસને સમગ્ર હકીકત જણાવી ભાવેશ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નની લાલચ આપી યુવતીનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ અન્ય એક બનાવમાં, ગત 16 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 5.45 વાગ્યા બાદ એક યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી અને પરિવારજનોની શોધખોળ વચ્ચે પોતાની રીતે પરત આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે ઈચ્છાપોરમાં રહેતા રાજ અશોકભાઈ પટેલે તેને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો. ફરિયાદીની પત્નીએ દીકરીને રાજ પટેલે કોઈ ખોટું કામ કર્યું છે કે કેમ તે પૂછતાં યુવતીએ ચોંકાવનારી હકીકત જણાવી હતી કે વર્ષ 2025 દરમિયાન રાજ પટેલ 2 વખત ઘરની નીચે આવ્યો હતો અને લગ્નની વાત કરી પોતાની કબજાની ફોરવ્હીલ કારમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. સમગ્ર હકીકત જાણ્યા બાદ પરિવારજનોએ રાજ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કુજાડ પ્રાથમિક શાળામાં વિકસિત ભારત અભિયાન હેઠળ સ્પર્ધા યોજાઈ:ચિત્ર પ્રદર્શન અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું, મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા
    Next Article
    અજાણ્યા વાહનની ટક્કરે અંબાજી જતાં પીકઅપ ડાલાએ પલટી મારી:ગાંધીનગરના પ્રાંતીય લવારપુર રોડ પર અકસ્માત, 16 રસોઈયા ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment