Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા વાહનની ટક્કરે અંબાજી જતાં પીકઅપ ડાલાએ પલટી મારી:ગાંધીનગરના પ્રાંતીય લવારપુર રોડ પર અકસ્માત, 16 રસોઈયા ઈજાગ્રસ્ત

    7 hours ago

    ગાંધીનગર ચિલોડાથી દસેક કિમી દૂર પ્રાંતીય લવારપુર માર્ગ પરથી અંબાજી સંઘમાં રસોઈ બનાવવાના કામ અર્થે જઈ રહેલા 16 કારીગરો ભરેલી પીકઅપ ડાલાને અક્સ્માત સર્જાયો છે. જેના લીઘે ડાલામાં સવાર 16 લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી છે. જે પૈકી ત્રણ ઈજાગસ્તને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ શિફ્ટ કરાયા છે, જ્યારે અન્ય લોકોને ગાંધીનગર સિવિલમાં સારવાર અપાઈ રહી છે. 16 રસોઈયાઓ પીકઅપ ડાલામાં અંબાજી જતા હતા મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ભોગ બનેલા તમામ 16 રસોઈયાઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં રહે છે. તેઓ વસ્ત્રાલના મહેન્દ્ર કુશવાહ સાથે અંબાજી ખાતે યોજાનારા સંઘમાં ભોજન બનાવવાની કામગીરી માટે નીકળ્યા હતા. અજાણ્યા વાહને જોરદાર અડફેટે પીકઅપ ડાલાએ પલટી મારી આ દરમિયાન ચીલોડા-ગાંધીનગર માર્ગ પર પાછળથી આવેલા અજાણ્યા વાહને જોરદાર અડફેટે લેતાં આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકી એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ત્રણ દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ ચાર લોકોની હાલત નાજુક: પીઆઇ આ અંગે ડભોડા પોલીસ મથકના પીઆઇ આર. એલ. ગોયલે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં પીકઅપ ડાલુ પલટી મારી ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ ચાર લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યા વાહને ટકકર મારી હોય એવું હજી સુધી સામે આવ્યું નથી. સ્ટાફના માણસોને તપાસ અર્થે મોકલ્યા છે પછી સાચી હકિકત જાણવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ઈચ્છાપોરમાં લગ્નની લાલચ આપી યુવતી પર કારમાં દુષ્કર્મ:કાર નુકસાનીના નાણાં ચૂકવ્યા છતાં ઉઘરાણીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો
    Next Article
    રોજી બંદર પર દરિયાકાંઠા સફાઈ અભિયાનમાં અનેક લોકો જોડાયા:દરિયાઈ પર્યાવરણને સ્વચ્છ રાખવા અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે સફાઈ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment