Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:20 કરોડના 2 કિલો શુદ્ધ કોકેઇન સાથે પેસેન્જરની ધરપકડ, દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો હતો પ્લાન

    2 days ago

    ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની સુરત ટીમે રેલવે સ્ટેશન પર એક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માર્કેટની કમર તોડી નાખી છે. અધિકારીઓને મળેલી ગુપ્ત અને ચોક્કસ બાતમીના આધારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકેઇનનો (Cocaine) જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા ડ્રગ્સના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં અંદાજિત કિંમત 20 કરોડ જેટલી છે. આ મામલે DRI એ એક ડ્રગ કેરિયર મુસાફરની ધરપકડ કરી મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ તેજ કરી છે. ગુપ્ત બાતમીના આધારે રેલવે સ્ટેશન પર ગોઠવાઈ વોચ DRI ના ઉચ્ચ અધિકારીઓને અગાઉથી જ ઇનપુટ્સ મળ્યા હતા કે દિલ્હીથી આર્થિક પાટનગર મુંબઈ તરફ જઈ રહેલી એક ટ્રેનમાં નશીલા પદાર્થોની મોટી ખેપ મોકલવામાં આવી રહી છે. આ બાતમીને પગલે DRI ની ટીમે પૂરી તૈયારી સાથે વહેલી સવારથી જ સુરત રેલવે સ્ટેશન પર વ્યુહાત્મક વોચ ગોઠવી દીધી હતી. જેવી નિર્ધારિત ટ્રેન સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી કે તુરંત જ અધિકારીઓએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સામાનની તલાશી લેતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા ટ્રેનની અંદર તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને હાવભાવ ધરાવતા એક મુસાફર પર અધિકારીઓની નજર પડી હતી. તેને અટકાવીને જ્યારે તેના સામાનની સઘન તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કિંમતી કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડોમાં છે તેવું શુદ્ધ કોકેઇન પકડાતા જ રેલવે સ્ટેશન પરિસરમાં સનાટો વ્યાપી ગયો હતો. DRI એ ડ્રગ્સનો જથ્થો કાયદેસર રીતે જપ્ત કરી આરોપી મુસાફરને કસ્ટડીમાં લીધો હતો. દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો પ્લાન પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે, તે દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક ‘કેરિયર’ (માલ પહોંચાડનાર) તરીકે લઈને નીકળ્યો હતો. આ જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો અને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો. હાલમાં આ ડ્રગ્સનો મુખ્ય સોર્સ કયો છે, દિલ્હીમાં આ કિંમતી ડ્રગ્સ તેને કોણે આપ્યું અને મુંબઈમાં આ કલેક્શન કોણ લેવાનું હતું તે દિશામાં આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની આશંકા આ કેસની ગંભીરતા અને પકડાયેલા ડ્રગ્સની કિંમત જોતા મનપા અને રેલવે પોલીસ સહિતની એજન્સીઓ પણ સતર્ક થઈ છે. DRI ને શંકા છે કે આ કોઈ વ્યક્તિગત ગુનો નથી પરંતુ તેની પાછળ એક બહુ મોટું આંતરરાજ્ય નશીલા પદાર્થનું નેટવર્ક અથવા સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. આરોપી સામે ડ્રગ્સ અને નશીલા પદાર્થ વિરોધી કાયદા (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે. આ તપાસના તાર આગામી દિવસોમાં અન્ય રાજ્યો સુધી લંબાય અને ડ્રગ્સ માફિયાઓના મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ ક્લબ ખાતે 'AAA Realty SPL 2.0' નો પ્રારંભ:અમદાવાદમાં દેશની અગ્રણી સ્નૂકર લીગમાં 8 ફ્રેન્ચાઇઝીસ અને 64 ખેલાડીઓ વચ્ચે જંગ
    Next Article
    16 વર્ષના સગીરે કાર હંકારી બે બાળકીને કચડી એકનું મોત:મેદાનમાં પાર્ક કરેલ કાર ચાલુ કરી પછી કંટ્રોલ ન થતા સાથે રમતી બંને બહેનપણીને હડફેટે લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment