Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ ક્લબ ખાતે 'AAA Realty SPL 2.0' નો પ્રારંભ:અમદાવાદમાં દેશની અગ્રણી સ્નૂકર લીગમાં 8 ફ્રેન્ચાઇઝીસ અને 64 ખેલાડીઓ વચ્ચે જંગ

    2 days ago

    ઉત્સાહ અને ભવ્યતાથી સભર વાતાવરણ વચ્ચે 'AAA Realty Snooker Premier League (SPL) 2.0 – 2026' નો ઉદ્ઘાટન સમારોહ ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત ખાતે સંપન્ન થયો છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત ક્યુ સ્પોર્ટ્સ લીગ્સમાંથી એક એવી SPL ની આ નવી આવૃત્તિનો સત્તાવાર પ્રારંભ કરાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા સ્નૂકર દિગ્ગજો, રાષ્ટ્રીય ચેમ્પિયન્સ, ફ્રેન્ચાઇઝ માલિકો, સ્પોન્સર્સ અને સ્પોર્ટ્સ ક્લબના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે I.T.P.I. ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ, માર્ગદર્શક અને સ્પોર્ટ્સ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ એન. કે. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું 25થી 28 જૂન, 2026 સુધી આયોજન થયું છે. જેમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તરના મેડલ વિજેતાઓ સહિત 8 ફ્રેન્ચાઈઝીસ અને 64 ખેલાડીઓ વિવિધ ફોર્મેટ્સમાં પોતાનું કૌશલ્ય બતાવશે. ટુર્નામેન્ટનું શેડ્યૂલ: નવી પેઢીના ખેલાડીઓને પ્રોત્સાહન આપતા પ્રશંસા સ્વાગત પ્રવચન આપતા SPL 2.0 ના આયોજક ચિંતન ચોકસીએ જણાવ્યું હતું કે, આ લીગ આજે દિગ્ગજ ખેલાડીઓ અને ઉભરતી પ્રતિભાઓને એક મંચ પર લાવતી અનોખી કડી બની ગઈ છે. ઉપસ્થિત મહાનુભાવોએ પણ નવી પેઢીના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ સ્નૂકર પ્રીમિયર લીગ ફેડરેશન અને ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મહેમાનોને SPLની અત્યાર સુધીની સફર અને ભવિષ્યના વિઝન પર આધારિત એક પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. અંતમાં, આયોજકોએ તમામ સ્પોન્સર્સ, ફ્રેન્ચાઇઝ માલિકો અને ખેલાડીઓનો તેમના અવિરત સહકાર બદલ આભાર માન્યો હતો. તેમણે SPL ને ભારતની અગ્રણી ક્યુ સ્પોર્ટ્સ લીગ તરીકે સ્થાપિત કરવાની અને ભવિષ્યના ખેલાડીઓ માટે શ્રેષ્ઠ તકો ઊભી કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ટુર્નામેન્ટને સત્તાવાર રીતે ખુલ્લી જાહેર કરવાની સાથે જ સ્નૂકર પ્રીમિયર લીગની વધુ એક યાદગાર અને રોમાંચક આવૃત્તિની શરૂઆત થઈ ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    રીક્ષા ચાલક નકલી પોલીસ બનીને લોકોને ડરાવીને પૈસા પડાવતા:'તમે મજૂરોને સમયસર પૈસા આપતા નથી' કહીને યુવકને લૂંટી લીધો, અમદાવાદમાંથી બેલડી દબોચાઈ
    Next Article
    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:20 કરોડના 2 કિલો શુદ્ધ કોકેઇન સાથે પેસેન્જરની ધરપકડ, દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો હતો પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment