Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા ચાલક નકલી પોલીસ બનીને લોકોને ડરાવીને પૈસા પડાવતા:'તમે મજૂરોને સમયસર પૈસા આપતા નથી' કહીને યુવકને લૂંટી લીધો, અમદાવાદમાંથી બેલડી દબોચાઈ

    2 days ago

    અમદાવાદમાં નકલી પોલીસ બની લોકોને ડરાવીને પૈસા પડાવતી ટોળકીનો નારોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. 'તમે કંપનીમાં મજૂરોને સમયસર પગાર કેમ નથી આપતા' કહી યુવકને ધમકાવ્યો અને બાદમાં રૂ. 10500 પડાવી અને ફરાર થઈ ગયા હતા. નારોલ પોલીસે CCTVના આધારે બે આરોપીઓને ઝડપી લીધા છે. અન્ય આરોપીઓ રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને નકલી પોલીસની ઓળખ આપી લૂંટ કરતા હતા. યુવકને ધમકાવીને 10,500 રોકડા પડાવી લીધા નારોલ પોલીસ સ્ટેશનના PI જે. બી. અગ્રાવતે જણાવ્યું હતું કે, નારોલ વિસ્તારમાં ચીરીપાલ કંપનીમાં કામ કરતા કર્મચારી બાઈક લઈને કોઝી હોટલ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા ત્યારે રીક્ષા લઈને આવેલા બે શખ્સોએ રસ્તામાં રોક્યો હતો. બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કર્મચારી પાસે આધાર કાર્ડ ચેક કર્યું અને ત્યારબાદ મજૂરોને કેમ સમયસર નાણા ચૂકવતા નથી કહીને તેને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા 45 હજાર રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ આખરે ડરનો માહોલ ઉભો કરીને કર્મચારી પાસે રહેલા 10,500 રૂપિયા રોકડા પડાવી લીધા હતા. બે શખસની ધરપકડ, નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતા ત્યારબાદ બંને શખસ રિક્ષા લઈને જતા રહ્યા હતા. ભોગ બનનાર વ્યક્તિએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના CCTV કેમેરાની તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પોલીસે નારોલ વિસ્તારમાંથી અયુબ શાહ અને રવિ રાજપૂત નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવ્યાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત મુદ્દામાલ પણ કબજે કર્યો છે. એકલ દોકલ જતા વ્યક્તિને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેતા પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બંને આરોપીઓ અગાઉ જેલમાં મળ્યા હતા જ્યાં તેમની મિત્રતા થઈ હતી અને બંને આરોપીઓ રિક્ષા ચલાવે છે જેથી એકલ દોકલ જતા વ્યક્તિને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ આરોપી અયુબ શાહ રીઢો ગુનેગાર છે અને તેની સામે નકલી પોલીસ બની લૂંટના 5 ગુના, હત્યાનો એક ગુનો તેમજ છેતરપિંડીનો 1 એમ કુલ 7 ગુના નોંધાયેલા છે જ્યારે રવિ રાજપૂત સામે ઘરફોડ, ચોરી સહિત 5 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ નારોલ પોલીસ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવા ઝડપાઈ:અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં ખોટા બિલ બનાવી રાજસ્થાન જથ્થો મોકલાતો હતો; મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની ધરપકડ
    Next Article
    સ્પોર્ટ્સ ક્લબ ખાતે 'AAA Realty SPL 2.0' નો પ્રારંભ:અમદાવાદમાં દેશની અગ્રણી સ્નૂકર લીગમાં 8 ફ્રેન્ચાઇઝીસ અને 64 ખેલાડીઓ વચ્ચે જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment