Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવા ઝડપાઈ:અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં ખોટા બિલ બનાવી રાજસ્થાન જથ્થો મોકલાતો હતો; મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની ધરપકડ

    2 days ago

    પ્રતિબંધિત દવા ટ્રામાડોલના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને વલસાડના રહેવાસી મેડિકલ સ્ટોકિસ્ટની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકલેશ્વર પોતાની સીમા ફાર્મા નામની કંપનીમાંથી આ જથ્થો રાજસ્થાન ખાતે ટ્રાવેલ્સમાં મોકલતો હતો, ત્યારે અમદાવાદ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ટ્રાવેલ્સમાંથી 6 મોટા બોક્સમાંથી 2.08 લાખ ટેબલેટ જેની કિંમત રૂ. 8.32 કરોડની થાય છે, તેને જપ્ત કરી છે. છેલ્લા બે મહિનાથી જ આરોપી મેડિકલ સ્ટોકિસ્ટનું કાયદેસરનું લાઇસન્સ લઈ પ્રતિબંધિત દવા ટ્રામાડોલનું વેચાણ કરતો હતો. ખોટી બિલ્ટી બનાવી અંકલેશ્વરથી રાજસ્થાન જથ્થો મોકલાતો હતો ગુજરાત એટીએસના DIG (ઓપરેશન) સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, DYSP એસ.એલ ચૌધરીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના સાદરીનો અને હાલમાં વલસાડના પારડી ખાતે રહેતો પરેશ પારસમલ જૈન નામનો ગેરકાયદેસર રીતે સાઇકોટ્રોપીક સબસ્ટન્સ ટ્રામાડોલનું વેચાણ કરી રહ્યો છે. અંકલેશ્વરથી ટ્રાવેલ્સમાં રાજસ્થાન ખાતે મોટા પ્રમાણમાં ટ્રામાડોલ દવાઓનો જથ્થો ખોટી દવાઓની બિલ્ટી બનાવીને મોકલવામાં આવી રહ્યો હોવાને લઈ એટીએસના પી. આઈ. ડી.ડી. રહેવર અને પીએસઆઇ તેમજ એટીએસની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ અને એસએસોજીની ટીમ બનાવી હતી. શાહીબાગ પાસે બસ રોકીને ઓપરેશન પાર પાડ્યું ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મેળવીને અંકલેશ્વરથી લક્ઝરી બસ નીકળી અને અમદાવાદ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવી ત્યારે પોલીસે તે બસ તપાસ કરી હતી. તેમાં અલગ-અલગ 6 બોક્સ મળી આવ્યા હતા. જેમાં નાના-નાના કુલ 416 જેટલા બોક્સ પણ મળી આવ્યા હતા. જે તમામ બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી ટ્રામાડોલ અને સ્કોવિડોલ ટેબલેટ મળી આવી હતી. તમામ બોક્સમાંથી 4160 સ્ટ્રીપમાં 2,08,000 ટેબલેટ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 8.32 કરોડની થાય છે. ઉત્તરાખંડથી કાયદેસર માલ મંગાવી ગેરકાયદે સપ્લાય કરતો પોલીસે બસમાંથી ટેબલેટનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આરોપી પરેશ જૈન રાજસ્થાન ખાતે આ જથ્થો આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આરોપી પોતે રાજસ્થાન હોવાને લઈને એટીએસની બીજી એક ટીમ રાજસ્થાન ખાતે પહોંચી ગઈ હતી અને ઉદયપુર જિલ્લાના ગોગુંડા ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉતરાખંડથી પોતે કાયદેસર રીતે આ દવાઓનો જથ્થો મંગાવતો હતો. ત્યારબાદ પોતાની સીમા ફાર્મા નામની કંપનીમાંથી ગેરકાયદેસર રીતે આ જથ્થો અલગ-અલગ જગ્યાએ મોકલતો હતો. વાપી મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં પણ આરોપીની સંડોવણી ખુલ્લી મે, 2026થી જ મેડિકલ્સ સ્ટોકિસ્ટનું લાઇસન્સ લઈને ટ્રામાડોલનો જ વેપાર કરતો હતો. આરોપીએ અત્યાર સુધીમાં કુલ 25 બેચમાં કુલ 62.54 લાખ ટેબલેટ મંગાવી છે. આરોપી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતે આ મોટા પ્રમાણમાં જથ્થો મોકલતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને ઉત્તરાખંડ તેમજ મહારાષ્ટ્ર ખાતે પણ એનડીપીએસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં ગુજરાત એટીએસ દ્વારા એક મહિના પહેલા વાપી ખાતે મેફેડ્રોન ટ્રકના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરી હતી, જે કેસમાં પણ આરોપીની પંડવણી ખુલ્લી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ક્યાં-ક્યાં જથ્થો મોકલ્યો હતો, તેને લઈને 2 જુલાઈ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેનેઝુએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 589નાં મોત:લગભગ 3000 ઘાયલ; સરકારે કહ્યું- 39,000 લોકો ગુમ, કાટમાળ નીચેથી અવાજો આવી રહ્યા છે
    Next Article
    રીક્ષા ચાલક નકલી પોલીસ બનીને લોકોને ડરાવીને પૈસા પડાવતા:'તમે મજૂરોને સમયસર પૈસા આપતા નથી' કહીને યુવકને લૂંટી લીધો, અમદાવાદમાંથી બેલડી દબોચાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment