Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવી પૂનમ મેળાને લઈને રેલવે સુવિધામાં વધારો કરાયો:અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલને ચાર સ્ટેશને વધારાનું સ્ટોપેજ; નમો ભારત રેપિડ રેલને વોંઘ સ્ટેશને સ્ટોપ: ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી સુધી સીધી બસ

    1 day ago

    અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનને માર્ગમાં ચાર મહત્વના સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, નમો ભારત રેપિડ રેલને પણ વોંઘ સ્ટેશને રોકાણ આપવામાં આવ્યું છે તથા ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી સુધી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મેળા સ્પેશિયલ ટ્રેનને ચાર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ અંબાજી જવા-આવતા યાત્રિકોની ભીડને નિયંત્રિત કરવા માટે અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલ ટ્રેનને 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અસારવા - ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ સમયપત્રક: તલોદ ખાતે સવારે 10.23 થી 10.24, પ્રાંતિજ ખાતે સવારે 10.38 થી 10.39, જાદર ખાતે સવારે 11.11 થી 11.12 અને ઈડર ખાતે સવારે 11.31 થી 11.32 કલાકે રોકાશે. ખેડબ્રહ્મા - અસારવા મેળા સ્પેશિયલ સમયપત્રક: ઈડર ખાતે બપોરે 3.55 થી 3.56, જાદર ખાતે સાંજે 4.05 થી 4.06, પ્રાંતિજ ખાતે સાંજે 4.43 થી 4.44 અને તલોદ ખાતે સાંજે 4.57 થી 4.58 કલાકે રોકાશે. નમો ભારત રેપિડ રેલને વોંઘ સ્ટેશને સ્ટોપેજ રેલવે પ્રશાસન દ્વારા નમો ભારત રેપિડ રેલને પણ યાત્રિકોની સુવિધા અર્થે વોંઘ સ્ટેશને કામચલાઉ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અમદાવાદ - ભુજ નમો ભારત 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે 9.08 થી 9.09 કલાકે વોંઘ ખાતે રોકાશે. ભુજ - અમદાવાદ નમો ભારત 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન સવારે 6.43 થી 6.44 કલાકે વોંઘ ખાતે રોકાશે. ખેડબ્રહ્મા સ્ટેશનથી અંબાજી સીધી બસ સેવા ટ્રેન દ્વારા ખેડબ્રહ્મા પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી જ અંબાજી જવા માટે સીધી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેલવે સ્ટેશનેથી જ સીધી બસ મળી જતાં યાત્રિકોનો સમય બચશે અને સ્થાનિક રિક્ષા ભાડાના વધારાના ખર્ચમાંથી પણ મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસમાં વહીવટી ફેરફાર:ADGP અમિત વિશ્વકર્માને ANTFનો વધારાનો હવાલો
    Next Article
    ઓનલાઈન શોપિંગની લિંક પડી ભારે:ભાવિ ડોકટરે 350ના કુર્તીના ઓર્ડરમાં 1.77 લાખ ગુમાવ્યા, ઇન્સ્ટાગ્રામ પર લિંક જોઈને ઓર્ડર આપવામાં જાળમાં ફસાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment