Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસમાં વહીવટી ફેરફાર:ADGP અમિત વિશ્વકર્માને ANTFનો વધારાનો હવાલો

    1 day ago

    રાજ્યમાં નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામેની કાર્યવાહી વધુ સઘન અને અસરકારક બનાવવા માટે ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગના તાજેતરના આદેશ અનુસાર, રાજ્યની નવનિર્મિત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સિનિયર IPS અધિકારી અમિત વિશ્વકર્માને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નિમણૂકથી રાજ્યભરમાં ડ્રગ્સ પેડલરો અને આંતરરાષ્ટ્રીય માફિયાઓ સામે ચાલી રહેલા અભિયાનને નવું બળ મળશે. ATS અને કોસ્ટલ સિક્યુરિટી સાથે ANTF નું સંકલન IPS અમિત વિશ્વકર્મા હાલ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) તેમજ કોસ્ટલ સિક્યુરિટી, ગુજરાત રાજ્ય (અમદાવાદ) ના અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે તેમની વર્તમાન જવાબદારીઓની સાથે સાથે તેમને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ધૂરા પણ સોંપવામાં આવી છે. ગુજરાતના વિશાળ દરિયાકિનારા મારફતે થતી નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવામાં કોસ્ટલ સિક્યુરિટી અને એટીએસ હંમેશાં મોખરે રહ્યા છે, ત્યારે હવે ANTF નો હવાલો પણ તેમને સોંપાતાં ત્રણેય મહત્વની એજન્સીઓ વચ્ચે વધુ મજબૂત સંકલન સધાશે. ગૃહ વિભાગના હુકમ બાદ DGP દ્વારા તાત્કાલિક અમલ ગૃહ વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા સત્તાવાર આદેશના અનુસંધાને પોલીસ મહાનિર્દેશક (DGP) અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આ વહીવટી હુકમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે વિશેષ રૂપે ANTF ની રચના કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ એક બાહોશ અને અનુભવી અધિકારીને સોંપાતાં આગામી દિવસોમાં રાજ્યભરમાં નાર્કોટિક્સ વિરોધી ઓપરેશનો વધુ આક્રમક અને પરિણામલક્ષી બનશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની સર્વોદય હાઈસ્કૂલમાં ‘મારા સપનાનું ભારત’ પર સ્પર્ધા યોજાઈ:વિકસિત ભારત 2047 અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
    Next Article
    ભાદરવી પૂનમ મેળાને લઈને રેલવે સુવિધામાં વધારો કરાયો:અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલને ચાર સ્ટેશને વધારાનું સ્ટોપેજ; નમો ભારત રેપિડ રેલને વોંઘ સ્ટેશને સ્ટોપ: ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી સુધી સીધી બસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment