Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન શોપિંગની લિંક પડી ભારે:ભાવિ ડોકટરે 350ના કુર્તીના ઓર્ડરમાં 1.77 લાખ ગુમાવ્યા, ઇન્સ્ટાગ્રામ પર લિંક જોઈને ઓર્ડર આપવામાં જાળમાં ફસાઈ

    1 day ago

    ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી અને ડેન્ટિસ્ટ બનવા માટે બીડીએસ (BDS) નો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર કુરતીની લિંક પરથી ખરીદી કરવાનો કડવો અનુભવ થયો છે. સાયબર ઠગોએ શરૂઆતમાં માત્ર ₹350 ની કુરતીના ઓર્ડર બાદ ટેકનિકલ ખામીઓ, ટ્રાન્ઝેક્શન ફેલ અને રિફંડ આપવાની લાલચ આપીને તબક્કાવાર કુલ ₹1,77,756 નો ચૂનો લગાવી દીધો છે. આ મામલે છેતરાયેલી યુવતીએ ફરિયાદ નોંધાવતાં સેક્ટર-7 પોલીસે અજાણ્યા સાયબર ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માતાએ વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ રીલ મોકલી હતી આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર સસ્તા કપડાં કે આકર્ષક પ્રોડક્ટ્સની જાહેરાતો જોઈને ઓનલાઈન ખરીદી કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો આ કિસ્સો ઉત્તમ ઉદાહરણ છે. સરગાસણ સ્થિત સમૃદ્ધિ હાઇટ્સમાં મિત્રો સાથે રહીને ગોયંકા હોસ્પિટલમાં અભ્યાસ કરતી 20 વર્ષીય ક્ષિતિ નિનામા ગત 8 સપ્ટેમ્બરના રોજ ઘરે હાજર હતી. તે વખતે તેની માતાએ વોટ્સએપ પર એક ઇન્સ્ટાગ્રામ રીલની લિંક મોકલી કુરતી પસંદ કરવા કહ્યું હતું. ક્ષિતિએ લિંક ઓપન કરી તેમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સામા પક્ષેથી કુરતીની કિંમત ₹350 અને ડિલિવરી ચાર્જ ₹100 જણાવી ઓનલાઇન પેમેન્ટ કરવા માટે જણાવ્યું હતું. વોટ્સએપ પર QR કોડ મોકલી એડ્રેસ મેળવ્યું ક્ષિતિએ દર્શાવેલા નંબર પર મેસેજ કરતાં સામેથી ઓર્ડરની સાઇઝ, એડ્રેસ, નામ તથા ડિલિવરી ચાર્જ અંગેની માહિતી ધરાવતો ઓટો-રિપ્લાય મેસેજ આવ્યો હતો. અજાણ્યા શખ્સે ₹350 ઓનલાઈન મેળવવા માટે ક્ષિતિ પાસેથી સરનામું અને પિનકોડ સહિતની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ ઠગે વોટ્સએપ પર એક QR કોડ મોકલ્યો હતો અને નાણાં ચૂકવ્યા બાદ 2 થી 3 દિવસમાં કુરતીની ડિલિવરી થઈ જશે તેવો ભરોસો આપ્યો હતો. રિફંડ અને ટેકનિકલ ખામીના નામે ₹1.77 લાખ પડાવી લીધા ક્ષિતિએ બેંક ખાતામાંથી QR કોડ સ્કેન કરીને ₹350 ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ ત્યારબાદ ₹100 નો ડિલિવરી ચાર્જ ચૂકવતી વખતે સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન ફેલ બતાવતું હતું. આ તકનો લાભ ઉઠાવી સાયબર ઠગે યુવતીને વિશ્વાસમાં લઈ અવનવા QR કોડ અને UPI ID મોકલવાનું શરૂ કર્યું હતું. સિસ્ટમ એરર, સ્ક્રીનશોટ મેચ ન થવો અને ઓર્ડર પેન્ડિંગ હોવાના બહાના હેઠળ ઠગે યુવતી પાસેથી અલગ-અલગ તબક્કે મોટી રકમો ટ્રાન્સફર કરાવી લીધી હતી. વિદ્યાર્થીનીએ રૂપિયા પરત માંગતાં ઠગે 'સ્વેપ મશીનથી 48 થી 72 કલાકમાં તમામ નાણાં રિટર્ન થઈ જશે' તેવી ખોટી ખાતરી આપી 8 થી 12 સપ્ટેમ્બર દરમિયાન કટકે-કટકે કુલ ₹1,77,756 પડાવી લીધા હતા. પૈસા પરત ન મળતાં સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ સતત પૈસા ટ્રાન્સફર કરાવ્યા છતાં રિફંડ ન મળતાં અને સામેથી ઠગ દ્વારા વધુ રકમની માંગણી ચાલુ રહેતાં વિદ્યાર્થીનીને પોતાની સાથે મોટી ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જેથી તેણે તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે બેંક એકાઉન્ટ્સ તેમજ UPI ID માં નાણાં ટ્રાન્સફર થયા છે તેના આધારે સાયબર સેલે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાદરવી પૂનમ મેળાને લઈને રેલવે સુવિધામાં વધારો કરાયો:અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલને ચાર સ્ટેશને વધારાનું સ્ટોપેજ; નમો ભારત રેપિડ રેલને વોંઘ સ્ટેશને સ્ટોપ: ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી સુધી સીધી બસ
    Next Article
    બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર બન્યા જે. જે. પટેલ:BCGના ચેરમેન તરીકે પી.ડી. પટેલની નિયુક્ત, પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment