Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર બન્યા જે. જે. પટેલ:BCGના ચેરમેન તરીકે પી.ડી. પટેલની નિયુક્ત, પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી

    1 day ago

    રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં રાજ્યના કાનૂની જગત માટે અત્યંત ગૌરવરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. BCGના પૂર્વ ચેરમેન અને ધારાશાસ્ત્રી જે.જે. પટેલની 'બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' (BCI)ના મેમ્બર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. BCGના ચેરમેન તરીકે પી.ડી. પટેલની નિયુક્ત જે.જે. પટેલ હવે રાષ્ટ્રીય ફલક પર કાનૂની અને વહીવટી ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સમગ્ર ગુજરાતના વકીલ આલમમાં એવી પ્રબળ લાગણી અને અપેક્ષા વ્યાપી છે કે જે.જે. પટેલ આગામી સમયમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પણ સફળ નેતૃત્વ કરી ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરે. તેમજ નવનિયુક્ત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલ સહિત તમામ હોદ્દેદારો અને મેમ્બરોએ તેમને રાષ્ટ્રીય સ્તરના ભાવિ નેતૃત્વ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી તેમજ સામાન્ય સભામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા માળખાની પણ રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે પી.ડી.પટેલ, વાઇસ ચેરમેન તરીકે નિમિષા ધોત્રે, એક્સએક્યુટિવ ચેરમેન તરીકે અનિરુદ્ધસિંહ ઝાલા તથા અન્ય વિવિધ મહત્વની જવાબદારીઓ માટે નવનિયુક્ત હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા વકીલની વાઇસ ચેરમેન પદે પસંદગી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન શોપિંગની લિંક પડી ભારે:ભાવિ ડોકટરે 350ના કુર્તીના ઓર્ડરમાં 1.77 લાખ ગુમાવ્યા, ઇન્સ્ટાગ્રામ પર લિંક જોઈને ઓર્ડર આપવામાં જાળમાં ફસાઈ
    Next Article
    સિંગણપોરમાં SMCના દરોડા: ₹6.76 લાખનો દારૂનો જથ્થો જપ્ત:પાલનપુર પાટિયામાં ફ્લેટ વેચાણ બહાને ₹9.50 લાખની ઠગાઈ; અમરોલીમાં મકાન બાંધકામ મુદ્દે યુવક પર હિંસક હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment