Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગણપોરમાં SMCના દરોડા: ₹6.76 લાખનો દારૂનો જથ્થો જપ્ત:પાલનપુર પાટિયામાં ફ્લેટ વેચાણ બહાને ₹9.50 લાખની ઠગાઈ; અમરોલીમાં મકાન બાંધકામ મુદ્દે યુવક પર હિંસક હુમલો

    1 day ago

    સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા અને અદાલતી કાર્યવાહી સંબંધિત ચાર મહત્વના બનાવો સામે આવ્યા છે. સુરત મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે 2018ના માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને ₹36.38 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) સિંગણપોરમાં દારૂના અડ્ડા પર દરોડો પાડી ₹6.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સિવાય પાલનપુર પાટિયામાં ફ્લેટ વેચાણના નામે ₹9.50 લાખની છેતરપિંડી અને અમરોલીમાં બાંધકામના વિવાદમાં યુવક પર હુમલાની ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને ₹36.38 લાખનું વળતર ચૂકવવા આદેશ સુરતની મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાપોદ્રાના 33 વર્ષીય કિશોરકુમાર હિંમત બાબરીયાને વ્યાજ સહિત કુલ ₹36,34,397નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 27 ફેબ્રુઆરી 2018ના રોજ નવજીવન હોટલ સામે કાર (GJ-26-G-5031)ના ચાલક હાર્દિકકુમાર દેવરાજભાઈ અવૈયાએ પાછળથી ટક્કર મારતાં કિશોરકુમાર બંને હાથ-પગમાં ફ્રેક્ચર સાથે ગંભીર રીતે ઘવાયા હતા. અદાલતે મૂળ રકમ ₹22,34,121 તથા 7.5% વ્યાજ પેટે ₹14,00,276 મળીને સમગ્ર રકમ ચૂકવી આપવા વીમા કંપની (HDFC Ergo) અને વાહન માલિકને આદેશ કર્યો છે. સિંગણપોરમાં દારૂના અડ્ડા પર SMCનો દરોડો: ₹6.76 લાખનો મુદ્દામાલ જપ્ત સુરતના સિંગણપોર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં ચાલતા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સિંગણપોર ગામમાં દરગાહના મહોલ્લા પાસે દસ છાપરી આગળ SMCએ રેડ પાડી રાહુલ વામનરાવ લકડુ (ઉં.વ. 22) અને શુભમ અજયભાઈ કશ્યપ (ઉં.વ. 19)ને રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી ₹6.59 લાખની કિંમતની 2,143 વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન, બે મોબાઈલ અને રોકડ મળી કુલ ₹6,76,270નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ રેકેટમાં દિવ્યાબેન ઉર્ફે દીપુ પાટીલ અને જીતુભાઈ પ્રભાકરભાઈ પાટીલને વોન્ટેડ જાહેર કરાયા છે. પાલનપુર પાટિયામાં ફ્લેટ વેચાણના નામે ₹9.50 લાખની છેતરપિંડી પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય વેપારી કેતન કિશોરભાઈ પટેલ સાથે ફ્લેટ વેચાણના કરાર બાદ ₹9.50 લાખ પડાવી લેવાની છેતરપિંડી આચરવામાં આવી છે. બોટાદના પિયુષભાઈ કિસ્મતભાઈ રજોડીયા તથા મનોજભાઈ કિસ્મતભાઈ રજોડીયાએ તેમની સંયુક્ત માલિકીના ફ્લેટ નં. 403નો વેચાણ કરાર ફરિયાદી સાથે કર્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ ₹9.50 લાખ રોકડા મેળવી લીધા બાદ બંને આરોપીઓએ ફ્લેટનો કબજો કે નાણાં પરત ન આપી વિશ્વાસઘાત આચર્યો હતો. આ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમરોલીમાં બાંધકામ અટકાવવાના મુદ્દે યુવક પર ચાર શખ્સોનો હુમલો અમરોલીના છાપરાભાઠા રોડ પર આવેલી ગણેશનગર સોસાયટીમાં બાંધકામ બાબતે બોલાચાલી થયા બાદ ચાર શખ્સોએ એક યુવાનને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગણેશનગરમાં રહેતા 20 વર્ષીય હીરેનભાઈ ભીમસિંહભાઈ ગોજીયા ગત 17 સપ્ટેમ્બરની રાત્રે પોતાના ઘર પાસે હાજર હતા. તે દરમિયાન સોસાયટીના ભરતભાઈ નારણભાઈ કરંગીયા, નાગરભાઈ, જશુભાઈ અને ડોક્ટર નામના ચાર શખ્સોએ આવી "અહીં બાંધકામ નહીં કરવાનું" કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર બન્યા જે. જે. પટેલ:BCGના ચેરમેન તરીકે પી.ડી. પટેલની નિયુક્ત, પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી
    Next Article
    Analysis: As Punjab Rehab Numbers Increase, Politics Intensifies Over Drug Problem

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment