Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ખૂટયો !:રાજકોટ સિવિલની જનાના હોસ્પિટલમાં દવાનો સ્ટોક અને સિરીંજ ખૂટી, સિવિલ અધિક્ષક કમલ ડોડીયાનો ગોળ-ગોળ જવાબ, કહ્યું- મોટું કુટુંબ હોય તો થોડી ખેંચતાણ ચાલતી હોય

    9 hours ago

    રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ ફરી એકવાર ભારે વિવાદના ઘેરાવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી દવાઓ અને ઇન્જેક્શન આપવા માટે વપરાતી સિરીંજનો સ્ટોક જ ખૂટી પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. જનાના હોસ્પિટલના દર્દીઓ અને તેમના સ્વજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જોકે આ મામલે સિવિલ અધિક્ષકે ગોળ-ગોળ જવાબ આપતા કહ્યું હતું કે, મોટું કુંટુંબ હોય તો થોડી ખેંચતાણ ચાલતી હોય છે. પણ અમે કોઈ દર્દીને તકલીફ પડવા દઈશું નહીં. મળતી વિગતો અનુસાર, રાજકોટ સિવિલ હોસ્પિટલની જનાના હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સારવાર અર્થે આવે છે. હાલ હોસ્પિટલના દરેક વોર્ડમાંથી સિરીંજ અને જરૂરી દવાઓ માટે સ્ટોર વિભાગમાં માંગણી મોકલવામાં આવી રહી છે, પરંતુ સ્ટોરમાં પૂરતો જથ્થો જ ઉપલબ્ધ ન હોવાથી માંગણી સામે માત્ર 10 ટકા જેટલી જ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. પરિણામે વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને તબીબો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સિરીંજનો સ્ટોક ખાલી હોવાના લેખિત પુરાવા અને ઈન્ડેન્ટ (માંગ) બુકના ફોટા પણ સામે આવ્યા છે. સિરીંજનો યોગ્ય જથ્થો નહીં હોવાને કારણે દર્દીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. શું એક જ સિરીંજનો ઉપયોગ બે-બે વાર કરવામાં આવી રહ્યો છે? જો એક જ સિરીંજ કે અન્ય તબીબી સાધનોનો પુનઃ ઉપયોગ થાય તો દર્દીઓને ગંભીર ઇન્ફેક્શન કે અન્ય ચેપી રોગો થવાનું મોટું જોખમ ઊભું થાય છે. તબીબી ક્ષેત્રે આવી બેદરકારી દર્દીઓના જીવન સાથે સીધા રમત સમાન ગણાય. ગરીબ દર્દીઓ જે હોસ્પિટલ પર ભરોસો રાખીને આવે છે, તેમને બહારથી દવાઓ અને સિરીંજ ખરીદવાની ફરજ પડી રહી છે. આ સમગ્ર ગંભીર મામલે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. કમલ ડોડીયા સમક્ષ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે ગોળ-ગોળ જવાબો આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોટું કુટુંબ હોય તો થોડી ઘણી ખેંચતાણ ચાલતી હોય છે. પરિવારમાં કોઈ વસ્તુ ઓછી-વધારે હોઈ શકે, પરંતુ અમે દર્દીઓને કોઈ તકલીફ પડવા દઈશું નહીં. હોસ્પિટલ તંત્ર દર્દીઓના એક વડીલ અને પ્રોફેશનલ વડીલ તરીકે અહીં બેઠું છે, તેથી દર્દીઓને કોઈ આંચ આવવા દેવામાં આવશે નહીં. વધુમાં કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, જે સ્ટોક ઓછો હોવાની વાત હતી તે હવે ભૂતકાળ થઈ ગઈ છે અને હાલ પૂરતા પ્રમાણમાં તમામ વસ્તુઓનો સ્ટોક ઉપલબ્ધ છે. દર્દીઓને આ બાબતે કોઈ પ્રશ્ન પહેલા પણ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં રહે. સોશિયલ મીડિયાના કારણે કદાચ કોઈને એવું લાગતું હોય કે સ્ટોક નથી, પરંતુ વાસ્તવમાં એવું નથી અને પૂરતા પ્રમાણમાં જથ્થો હાજર છે તથા તમામ કામગીરી નિયમિતપણે ચાલી રહી છે. થેલેસેમિયાના દર્દીઓની બાબત જૂની છે અને અમારા ધ્યાનમાં જ છે. થેલેસેમિયા દર્દીઓની સારવાર અમારી પ્રાથમિકતામાં છે અને આ પ્રશ્ન ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના રખિયાલમાં ચાલુ રિક્ષાએ યુવતીની છેડતી:એકલતાનો લાભ લઈ પેન્ટ ઉતારી બીભત્સ ચેનચાળા કરનાર રિક્ષાચાલક ગણતરીના કલાકોમાં જેલભેગો
    Next Article
    શ્યામ સંગિની અગ્નિકાંડનો માસ્ટરમાઇન્ડ CCTVમાં દેખાયો:માત્ર 4 મિનિટમાં આગ લગાવી પૂર્વ કર્મચારી મહારાષ્ટ્ર તરફ ફરાર, 10 દિવસથી પોલીસને હંફાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment