Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્યામ સંગિની અગ્નિકાંડનો માસ્ટરમાઇન્ડ CCTVમાં દેખાયો:માત્ર 4 મિનિટમાં આગ લગાવી પૂર્વ કર્મચારી મહારાષ્ટ્ર તરફ ફરાર, 10 દિવસથી પોલીસને હંફાવે છે

    9 hours ago

    સુરતના કડોદરા રોડ પર સારોલી ખાતે આવેલી જાણીતી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટનાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ ગિરફ્તથી બહાર છે. CCTVમાં દેખાઈ રહેલો એક સામાન્ય કર્મચારી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને સતત હંફાવી રહ્યો છે. પોલીસની વિવિધ સ્પેશિયલ ટીમો તેને પકડવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે, પરંતુ તે સતત એક ડગલું આગળ ચાલીને પોલીસ તંત્રને પરસેવો પડાવી રહ્યો છે. આગ કોઈ ટેક્નિકલ ખામીથી નહીં પરંતુ જાણીજોઈને લગાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતાં તપાસ હાઈપ્રોફાઈલ બની છે. નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો કે કોઈ વેપારીએ સોપારી આપી? આ અગ્નિકાંડમાં ડીંડોલી વિસ્તારમાં રહેતા વિનોદ સાળવે નામના શખસનું નામ સામે આવતાં તપાસમાં નવો વળાંક આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ વિનોદ અગાઉ આ જ માર્કેટમાં માર્કેટિંગનું કામ કરતો હતો. પોલીસ તપાસમાં હાલ બે મુખ્ય થીયરી પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. શું માર્કેટના કોઈ વેપારીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાથી તેનો બદલો લેવા આ કૃત્ય આચરવામાં આવ્યું હતું? કે પછી માર્કેટના જ કોઈ અન્ય વેપારી દ્વારા લાખો-કરોડોના નુકસાન માટે તેને આગ લગાડવાની સોપારી અપાઈ હતી? માસ્ટરમાઇન્ડની જેમ કેમેરાથી બચીને પેસેજમાં જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું આરોપી વિનોદ સાળવેએ કોઈ રીઢા અને વ્યવસાયિક ગુનેગારની જેમ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. તે એક અજાણી બાઈક પર કડોદરા તરફથી આવ્યો હતો અને રાત્રે 9 વાગ્યા પહેલાં માર્કેટ પરિસરમાં પ્રવેશીને સીધો છઠ્ઠા માળે પહોંચી ગયો હતો. માર્કેટના તમામ રસ્તાઓ અને ખૂણાઓથી સારી રીતે વાકેફ હોવાથી તે CCTVની નજરથી બચીને છુપાઈ રહ્યો હતો. તક મળતાં જ તેણે પેસેજમાં પડેલા કાપડના પાર્સલો પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી. આગ લગાડ્યા બાદ તે માત્ર 4 જ મિનિટના ટૂંકા ગાળામાં બહાર નીકળીને ફરાર થઈ ગયો હતો. આરોપી મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યાની શંકા ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી વિનોદ સાળવે સરહદ વટાવી મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હોવાની પ્રબળ શંકાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. તેને ઝડપી પાડવા માટે સારોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત રીતે કુલ 6 ટીમો કામે લગાડવામાં આવી છે. પોલીસે માર્કેટ અને આસપાસના હાઈ-વે પર લાગેલા સેંકડો કેમેરા તપાસીને મહત્વના રૂટ ટ્રેસ કર્યા છે, છતાં આરોપી સતત સ્થળ બદલીને સંતાઈ રહ્યો છે. આગ ઓલવવામાં 38 કલાક લાગ્યા, કરોડોની રાખ શ્યામ સંગિની માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડના જવાનોને તેને સંપૂર્ણપણે કાબૂમાં લેતાં 38 કલાકથી વધુ સમય લાગ્યો હતો અને કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાના 10 દિવસ બાદ પણ કાવતરાખોર આરોપી ખુલ્લેઆમ ફરતો હોવાથી માર્કેટના કાપડ વેપારીઓમાં ભારે ઉચાટ, ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, પોલીસ સત્વરે આરોપીને દબોચી લે જેથી આગ પાછળના અસલી સૂત્રધારો અને ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ખૂટયો !:રાજકોટ સિવિલની જનાના હોસ્પિટલમાં દવાનો સ્ટોક અને સિરીંજ ખૂટી, સિવિલ અધિક્ષક કમલ ડોડીયાનો ગોળ-ગોળ જવાબ, કહ્યું- મોટું કુટુંબ હોય તો થોડી ખેંચતાણ ચાલતી હોય
    Next Article
    Finland Considers Renting Prison Space Abroad Amid Overcrowding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment