Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના રખિયાલમાં ચાલુ રિક્ષાએ યુવતીની છેડતી:એકલતાનો લાભ લઈ પેન્ટ ઉતારી બીભત્સ ચેનચાળા કરનાર રિક્ષાચાલક ગણતરીના કલાકોમાં જેલભેગો

    9 hours ago

    અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભો કરતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. રખિયાલ વિસ્તારમાંથી પોતાની નોકરી પર જવા નીકળેલી 23 વર્ષીય યુવતીની એકલતાનો લાભ લઈ રિક્ષાચાલકે ચાલુ વાહને અશ્લીલ ચેનચાળા અને આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. ભોગ બનનાર યુવતીએ વિરોધ કરી બૂમાબૂમ કરતાં વિકૃત માનસિકતા ધરાવતા રિક્ષાચાલકે ગાળાગાળી કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તામાં ઉતારી દીધી હતી. બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પ્રકાશ પેટ્રોલ પંપ પાસે ચાલકે પેન્ટ ઉતારી હરકત કરી પ્રાપ્ત વિગતો અનુસાર, રખિયાલ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરે છે. ગત 14 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે તે ફરજ પર જવા માટે ઘરેથી નીકળી હતી. રખિયાલ ચાર રસ્તા પાસે આવેલી મ્યુનિસિપલ સ્કૂલ પાસેથી તેણે પોટલીયા ચાર રસ્તા જવા માટે એક ઓટોરિક્ષા ભાડે કરી હતી. તે વખતે રિક્ષામાં પાછળની સીટ પર તે એકલી જ બેઠી હતી. રિક્ષા શેઠ સી.એલ. કોલેજ વટાવી પ્રકાશ પેટ્રોલ પંપ સામે પહોંચી ત્યારે ચાલકે વારંવાર પાછળ જોઈ યુવતીની એકલતાનો ગેરલાભ લીધો હતો અને ચાલુ રિક્ષાએ પોતાનું પેન્ટ ઉતારી બિભત્સ ચેનચાળા શરૂ કર્યા હતા. ધમકી આપી યુવતીને ઉતારી રિક્ષાચાલક ફરાર થયો ચાલકની આવી શરમજનક હરકત જોઈ ગભરાયેલી યુવતીએ જોરશોરથી બૂમાબૂમ શરૂ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે તેની સાથે ભૂંડી ગાળાગાળી કરી હતી અને જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જીવતી નહીં મૂકું તેવી ગંભીર ધમકી આપી હતી. ત્યારબાદ તેણે યુવતીને રસ્તા પર જ ઉતારી દીધી હતી અને પૂરપાટ ઝડપે રિક્ષા દોડાવી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી રખિયાલ પોલીસ સ્ટેશન પહોંચી આપવીતી વર્ણવી હતી. અગાઉ 8 ગુના અને પાસાની સજા ભોગવી ચૂક્યો છે યુવતીની ફરિયાદના આધારે રખિયાલ પોલીસે ગુનો નોંધી વિવિધ ટીમો મારફતે તપાસ તેજ કરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે ઈસનપુર વિસ્તારમાં રહેતા આરોપી નજર અહેમદ ઉર્ફે શાહરુખ રંગરેજને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે દાણીલીમડા, મણિનગર, ઇસનપુર તેમજ ગોમતીપુર પોલીસ મથકોમાં 8 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, તે અગાઉ પાસા (PASA) હેઠળ જેલની સજા પણ ભોગવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેટરીનાની બોડી શેમિંગ પર ભડક્યાં પ્રિયંકા ચતુર્વેદી-ખુશ્બૂ સુંદર:પૂર્વ સાંસદ બોલ્યાં- શરીર, ઉંમર અંગેના નિર્ણયો માટે સ્પષ્ટતા શા માટે આપવી જોઈએ?; હૃતિકે પણ બચાવ કર્યો
    Next Article
    સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ખૂટયો !:રાજકોટ સિવિલની જનાના હોસ્પિટલમાં દવાનો સ્ટોક અને સિરીંજ ખૂટી, સિવિલ અધિક્ષક કમલ ડોડીયાનો ગોળ-ગોળ જવાબ, કહ્યું- મોટું કુટુંબ હોય તો થોડી ખેંચતાણ ચાલતી હોય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment