Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેટરીનાની બોડી શેમિંગ પર ભડક્યાં પ્રિયંકા ચતુર્વેદી-ખુશ્બૂ સુંદર:પૂર્વ સાંસદ બોલ્યાં- શરીર, ઉંમર અંગેના નિર્ણયો માટે સ્પષ્ટતા શા માટે આપવી જોઈએ?; હૃતિકે પણ બચાવ કર્યો

    10 hours ago

    કેટરીના તાજેતરમાં અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનનો હિસ્સો બની હતી, જ્યાં તેમના વધેલા વજનનો મુદ્દો બનાવવામાં આવ્યો. પોસ્ટ પ્રેગ્નન્સી વધેલા વજન વચ્ચે થઈ રહેલી ટ્રોલિંગ અંગે હવે પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ અભિનેત્રીનો બચાવ કર્યો અને ટ્રોલર્સની ટીકા કરી. પ્રિયંકા ચતુર્વેદીએ સત્તાવાર X અકાઉન્ટ પર લખ્યું છે, ‘પ્રિય મહિલાઓ, તમારું વજન વધ્યું હોય કે ઘટ્યું હોય, તમારી ઉંમર કેટલી છે, તમે કેવી દેખાઓ છો, તમારું શરીર કેવું છે અથવા તમારી ત્વચા કેવી છે—આમાંથી કોઈ પણ બાબતનો હિસાબ તમારે એવા લોકોને આપવાની જરૂર નથી, જેમની પાસે બીજાના જીવન પર ટિપ્પણી કરવા સિવાય બીજું કોઈ કામ નથી.’ અભિનેત્રી-ભાજપ નેતા ખુશ્બૂ સુંદરે પણ બચાવ કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાઉથ અભિનેત્રી ખુશ્બૂ સુંદરએ કેટરિનાનો બચાવ કરતાં લખ્યું છે, ‘આખરે કોઈ મહિલાની ઉંમરને હંમેશાં જાહેર ચર્ચાનો વિષય કેમ બનાવી દેવામાં આવે છે? જેમ જ કોઈ મહિલા ઉંમરના એક પડાવને પાર કરે છે, સમાજ તેને અનેક રીતે આંકવાનું શરૂ કરી દે છે, “શું તે હજી પણ પોતાના શિખર પર છે?”, “શું તેણે પોતાને જાળવી રાખી છે?”, “હવે તે પહેલાં કરતાં અલગ કેમ દેખાય છે?”, “શું તે વૃદ્ધ થઈ ગઈ છે?”’ ‘પરંતુ પુરુષોના મામલામાં આ જ પ્રશ્નો કેમ પૂછવામાં આવતા નથી? કોઈ પુરુષના વાળ ઊડી જાય તો તેને ‘સન્માનિત અને પ્રભાવશાળી’ કહેવામાં આવે છે. પેટ બહાર આવી જાય તો કોઈ પૂછતું નથી કે તેનો ‘પ્રાઇમ’ ક્યાં ગયો. વાળ સફેદ થઈ જાય તો તે અચાનક ‘સોલ્ટ એન્ડ પેપર હેન્ડસમ’, ‘મેચ્યોર’ અને ‘મોહક’ બની જાય છે. પુરુષની ઉંમર વધે છે ત્યારે તેના અનુભવની સાથે તેની સુંદરતા પણ વધતી માનવામાં આવે છે. પરંતુ મહિલાની ઉંમર વધતાં જ તેની દરેક કરચલી, વધતું દરેક વજન, દરેક સફેદ વાળ અને શરીરમાં આવેલો દરેક બદલાવ લોકોની ચર્ચાનો મુદ્દો બની જાય છે.’ મારી પણ મજાક ઉડાવવામાં આવી હતી- ખુશ્બૂ સુંદર લાંબી-ચોળી પોસ્ટના અંતમાં ખુશ્બૂ સુંદરે પોતાના સાથે બનેલો આવો જ અનુભવ જણાવતાં લખ્યું, ‘જ્યારે મારું વજન વધારે હતું, ત્યારે મારી મજાક ઉડાવવામાં આવતી હતી. એટલું જ નહીં, મને એવી મહિલાઓનું ઉદાહરણ બનાવીને રજૂ કરવામાં આવતી હતી, જેમને સમાજ ‘જાડી અને કદરૂપી’ માને છે.’ ‘આજે જ્યારે મેં મારું વજન ઘટાડ્યું છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે મેં ઇન્જેક્શન લઈને વજન ઘટાડ્યું છે. જાણે સમાજે તો એવો નિર્ણય જ સંભળાવી દીધો છે કે હું ઇન્જેક્શન લઈ રહી છું. કેટરીના, તમે હંમેશાં તમારું જીવન તમારી રીતે જીવ્યાં છો, ગરિમા, આત્મસન્માન અને શાલીનતા સાથે. આગળ પણ બરાબર એ જ રીતે જીવો. મહિલાની કોઈ ‘પ્રાઇમ ઉંમર’ હોતી નથી. તેનું એક જીવન હોય છે અને તે જીવનનો દરેક પડાવ માત્ર તેનો જ હોય છે.’ ઋતિક રોશને આડકતરી રીતે કેટરિનાને સપોર્ટ કર્યો, ટ્રોલિંગ થઈ કેટરિનાની ટ્રોલિંગ વચ્ચે તેની સાથે ફિલ્મ ‘બૅંગ બૅંગ’માં નજર આવી ચૂકેલા ઋતિક રોશને નારાજગી વ્યક્ત કરી છે. ઋતિકે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એવી એક પોસ્ટ લાઇક કરી છે, જેમાં લખવામાં આવ્યું હતું કે કેટરિના બાળપણથી જ લોકોની ક્રશ રહી છે અને ઘણા લોકો તેમની ફિલ્મો અને પોસ્ટર રાખે છે. પરંતુ હવે માત્ર વજન વધ્યું હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની કારકિર્દી પૂરી થઈ ગઈ છે. પોસ્ટ પ્રેગ્નન્સી બદલાવ પર કેટરીનાનું નિવેદન વાયરલ કેટરીનાએ પ્રેગ્નન્સી બાદ શરીરમાં થયેલા બદલાવ અંગે ધ હોલિવૂડ રિપોર્ટરને કહ્યું હતું, “જ્યારે મેં મોડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી હતી, ત્યારે સુંદરતા અંગે લોકોની વિચારસરણી ઘણી અલગ હતી. સુંદર દેખાવા માટેના કેટલાક નિશ્ચિત માપદંડો હતા. પરંતુ હવે મારા માટે સારા દેખાવાનો અર્થ એ છે કે હું અંદરથી સારું અને સ્વસ્થ અનુભવું. આ માટે હું પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. તેની અસર મારા સમગ્ર શરીરની સાથે મારી ત્વચા પર પણ પડે છે. મારું માનવું છે કે જ્યારે તમે અંદરથી સ્વસ્થ અને ખુશ અનુભવો છો, ત્યારે તમારો આત્મવિશ્વાસ આપોઆપ તમારા ચહેરા અને વ્યક્તિત્વમાં દેખાવા લાગે છે.” ટ્રોલિંગની શરૂઆત કેવી રીતે થઈ? કેટરીના કૈફ થોડા દિવસો પહેલાં પ્રોડ્યુસર કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી. સફેદ સૂટ પહેરેલી અને કાળા ચશ્મા લગાવેલી કેટરીનાના કેટલાક વીડિયો વાયરલ થઈ ગયા. માતા બન્યા બાદ કેટરિના બહુ ઓછા પ્રસંગોએ જાહેરમાં જોવા મળી રહી હતી. એક-બે પ્રસંગોએ તે પાપારાઝીથી બચતી પણ જોવા મળી હતી. હવે તાજેતરમાં કેટરિના કૈફ, વિકી કૌશલ સાથે અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં પહોંચી હતી. અભિનેત્રીનું વધેલું વજન જોઈને તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી. નવેમ્બર 2025માં પુત્રને જન્મ આપ્યો કેટરીના કૈફે 7 નવેમ્બર 2025ના રોજ પુત્રને જન્મ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરતાં લખ્યું હતું, 'અમારી ખુશીઓનો ખજાનો આવી ગયો છે. ખૂબ જ પ્રેમ અને આભાર સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર 2025. કેટરીના અને વિકી.' હજુ સુધી કપલે પુત્રની તસવીર જાહેર કરી નથી.
    Click here to Read More
    Previous Article
    સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પહેલાં સારા સમાચાર:સરકારી હેલ્થ સ્કીમના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર, જાણો કેવી રીતે મળશે લાભ
    Next Article
    અમદાવાદના રખિયાલમાં ચાલુ રિક્ષાએ યુવતીની છેડતી:એકલતાનો લાભ લઈ પેન્ટ ઉતારી બીભત્સ ચેનચાળા કરનાર રિક્ષાચાલક ગણતરીના કલાકોમાં જેલભેગો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment