Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ગણેશ વિસર્જન યાત્રા:ભક્તોની ભીડ ઉમટી, મુખ્ય રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો

    9 hours ago

    વેરાવળ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા ધામધૂમથી નીકળી. આ વર્ષે અંદાજે 2,000 થી વધુ ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરાયું હતું. લોકમાન્ય ટિળકે આઝાદીની ચળવળ સમયે શરૂ કરેલી આ પરંપરા મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે. ગીર સોમનાથના વેરાવળમાં મહારાષ્ટ્ર મંડળ, મહારાષ્ટ્ર નવયુગ મંડળ અને અન્ય ગરબી મંડળોએ પાંચ દિવસના ગણપતિ સ્થાપનની શરૂઆત કરી હતી. ખારવા સમાજ, મગરા ગ્રુપ, તપેશ્વર મંદિર, અષ્ટવિનાયક સતીમાંગ્રુપ અને ભૈરવનાથ જેવા અનેક આયોજકોએ આ પરંપરાને આગળ વધારી. પાંચ દિવસ સુધી પૂજા, અર્ચના, આરતી અને મહાઆરતી કરાઈ.આ ઉપરાંત, રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ જેવા સાંસ્કૃતિક, સામાજિક અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમો પણ યોજાયા હતા. પાંચ દિવસના સ્થાપન પછી 18મી તારીખે બપોરે બે વાગ્યે વિવિધ પંડાલોમાંથી ગણપતિ બાપાને વિસર્જન માટે લઈ જવાયા. છેલ્લી મહાઆરતી બાદ 'અગલે બરસ તું જલ્દી આના' અને 'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે બાળકો, પરિવારજનો અને બહેનો રાસ-ગરબા અને ડીજેના તાલે ઝૂમ્યા હતા. વેરાવળમાં જાણે મુંબઈના લાલબાગના રાજા નીકળ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વેરાવળ શહેરના મુખ્ય રસ્તાઓ પરથી યાત્રા પસાર થઈ. એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ જે.એન. ગઢવીએ આયોજકોને શાંતિ જાળવવા સૂચના આપી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં, મુખ્ય રસ્તાઓ પર વાહનોનો ટ્રાફિક જામ થયો. જેના કારણે રાહદારીઓને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિસર્જન યાત્રાનું સ્વાગત અને અભિવાદન ભવ્ય રવિભાઈ ગોહેલ દ્વારા કરાયું. ટાવર ચોક ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડા સહિત રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે અબીલ-ગુલાલ અને ફૂલોથી ગણપતિ બાપાને વધાવ્યા અને આયોજકોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા. વિસર્જન માટે વેરાવળ બંદર ખાતે ખારવા સમાજના ગ્રુપો, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને જ્ઞાતિના અગ્રણીઓએ તકેદારી રાખી હતી. દરિયાકિનારા પર બાળકો કે બહેનો ન જાય તે માટે ચુસ્તપણે પાલન કરાવ્યું હતું.ધાર્મિકતામાં આગળ રહેતા આ શહેરમાં પર્યાવરણની જાળવણીમાં ક્યાંક ઉણપ જોવા મળી. તમામ મૂર્તિઓમાંથી માત્ર 1 ટકા જ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોવાનું સામે આવ્યું.
    Click here to Read More
    Previous Article
    ભત્રીજા સહિત 4 શખસ કાકા પર છરી-લાકડીઓ લઈને તૂટી પડ્યા:'પોલીસ કેસ કરીશ તો તને જીવતો નહી રહેવા દઉં', અલકા ટોકીઝ પાસે હુમલો
    Next Article
    સરપ્રાઈઝ વિઝિટ કરી વ્યવસ્થાની ચકાસણી કરાઇ‎:મોરબીના શિશુ ગૃહમાં ઉપલબ્ધ સુવિધા મુદ્દે કલેક્ટરના સુચનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment