Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરપ્રાઈઝ વિઝિટ કરી વ્યવસ્થાની ચકાસણી કરાઇ‎:મોરબીના શિશુ ગૃહમાં ઉપલબ્ધ સુવિધા મુદ્દે કલેક્ટરના સુચનો

    15 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ-શિશુ ગૃહની વિઝીટ કરી સંસ્થાની વિવિધ વ્યવસ્થાઓની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. આ દરમિયાન તેમણે આશ્રિત બાળકો સાથે સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કરી તેમના રહેઠાણ, સલામતી અને દૈનિક પ્રવૃત્તિઓ અંગે સીધા પ્રતિભાવો મેળવ્યા હતા. બાળકોને સંસ્થામાં મળતી સુવિધાઓ અને તેમના રોજિંદા જીવન સાથે સંકળાયેલી બાબતો અંગે પણ માહિતી મેળવી સ્ટાફને જરૂરી સૂચના આપી હતી. વિઝીટ દરમિયાન બાળકોના નિયમિત તબીબી તપાસની વિગતો તથા આરોગ્ય સંબંધિત ફાઈલોની ચકાસણી કરવામાં આવી હતી. સંસ્થામાં પ્રાથમિક સારવારની સુવિધા અને તબીબી સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. બાળકોના શાળાકીય અભ્યાસ, હાજરી અને શૈક્ષણિક પ્રગતિ અંગે સમીક્ષા કરી શૈક્ષણિક સાહિત્ય તથા જરૂરી માર્ગદર્શન મળતું હોવા અંગે સ્ટાફ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના પ્રવેશ રજિસ્ટર, દૈનિક હાજરી પત્રક અને વાર્ષિક હિસાબી રજિસ્ટરની તપાસ કરવામાં આવી હતી. પોર્ટલ પર સંસ્થાને લગતો ડેટા તથા આશ્રિત બાળકોની વિગતો નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ગણેશ વિસર્જન યાત્રા:ભક્તોની ભીડ ઉમટી, મુખ્ય રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો
    Next Article
    "Never Thought We Would Survive Opposite Toxic": Hanuman Ansh Producer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment