Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી રાજારામ ફરાર:નવસારી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર બાદ પોલીસને ચકમો આપીને ભાગ્યો

    9 hours ago

    નવસારીના વાંસદા તાલુકામાં થયેલી રૂ. 12.50 લાખની આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે રાજુ પોલીસ જાપ્તામાંથી ફરી ફરાર થઈ ગયો છે. થોડા દિવસો પહેલા જ પોલીસે તેને રાજસ્થાનના આબુના જંગલમાંથી પકડ્યો હતો. આરોપી રાજારામ વાંસદા પોલીસની કસ્ટડીમાં રિમાન્ડ પર હતો. તેણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. આથી તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, ત્રણ પોલીસ કર્મચારીઓની સુરક્ષા હેઠળ તેને બહાર લાવવામાં આવી રહ્યો હતો. તે સમયે રાજારામ પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. સાંજે તે સ્ટેશન વિજલપોર રોડ પર આવેલા સાંઈબાબા મંદિરમાં જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ 10 થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે આખી રાત વિજલપુર ફાટક વિસ્તારમાં તેની સઘન શોધખોળ કરી હતી. આજે વહેલી સવારે શારદા મંદિરના વિદ્યાર્થીઓએ તેને શાળામાંથી ભાગતો જોયો હતો. આખી રાતની પોલીસની દોડધામ છતાં તે ફરીથી પોલીસને હાથતાળી આપીને ફરાર થવામાં સફળ રહ્યો. આરોપી રાજારામે લૂંટ કર્યા બાદ મુંબઈ થઈને રાજસ્થાનના માઉન્ટ આબુના અંતરિયાળ ડુંગર ગીરી આશ્રમમાં છુપાયો હતો. ત્યાં તેણે સાધુ અને સેવકનો વેશ ધારણ કર્યો હતો. આશ્રમની સોશિયલ મીડિયા રીલ્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વાંસદા પોલીસે તેને પકડ્યો હતો. પોલીસે આશ્રમના સંચાલકને વિશ્વાસમાં લઈને આ કાર્યવાહી કરી હતી. હાલ નવસારી પોલીસ ફરાર થયેલા આ આરોપીને પકડવા માટે સઘન તપાસ કરી રહી છે. નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું, દૃશ્યતા ઘટી:વરસાદના વિરામ બાદ વાતાવરણમાં પલટો, વાહનચાલકોને મુશ્કેલી પડી
    Next Article
    લીંબુના ભાવમાં ભડકો, સુરતમાં છૂટક બજારમાં લીંબુ રૂ.240 કિલો:APMC માર્કેટમાં 1 મહિનામાં લીંબુના ભાવ 1500થી સીધા 4000, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment