Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું, દૃશ્યતા ઘટી:વરસાદના વિરામ બાદ વાતાવરણમાં પલટો, વાહનચાલકોને મુશ્કેલી પડી

    9 hours ago

    ભરૂચ શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ શનિવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. તેના કારણે આખું શહેર ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. સવારના સમયે ધુમ્મસના કારણે શહેરના મુખ્ય માર્ગો સહિતના રસ્તાઓ પર દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી. વાહનચાલકોને આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો ન હોવાથી તેમને સાવચેતીપૂર્વક અને ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું. ખાસ કરીને વહેલી સવારે અવરજવર કરતા લોકોને ઓછી દૃશ્યતાના કારણે મુશ્કેલી પડી હતી. બીજી તરફ, ધુમ્મસના કારણે ભરૂચનું વહેલી સવારનું વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બની ગયું હતું. શહેરના ઘણા વિસ્તારોમાં ધુમ્મસના કારણે કુદરતી સૌંદર્યનો સુંદર નજારો જોવા મળ્યો હતો. સૂર્યોદય પછી ધીમે-ધીમે તડકો પડતાં ધુમ્મસ ઓછું થવા લાગ્યું હતું. ત્યારબાદ શહેરના માર્ગો પર દૃશ્યતા સામાન્ય થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    દાવો- અગરકર ચીફ સિલેક્ટરના પદ પરથી હટવા માંગે છે:BCCIને પત્ર, 4 ઑક્ટોબરે કાર્યકાળ પૂરો થઈ રહ્યો; બોર્ડને નવા સિલેક્ટરની શોધ
    Next Article
    વાંસદા આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી રાજારામ ફરાર:નવસારી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર બાદ પોલીસને ચકમો આપીને ભાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment