Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબુના ભાવમાં ભડકો, સુરતમાં છૂટક બજારમાં લીંબુ રૂ.240 કિલો:APMC માર્કેટમાં 1 મહિનામાં લીંબુના ભાવ 1500થી સીધા 4000, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

    9 hours ago

    દિવાળીના તહેવારો શરુ થવાની તૈયારીમાં છે, ત્યારે સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. વિવિધ ખાદ્યતેલો, મસાલા અને ફળો-શાકભાજીની સાથે હવે લીંબુના ભાવો પણ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સરકાર ઈઝ ઓફ લાઈફની વાતો ભલે કરે પરંતુ સુરતના છૂટક બજારમાં સારી ક્વોલિટીના લીંબુના ભાવ 240 રૂપિયે કિલોને પાર થઈ ગયા છે. મોંઘવારીના આ સતત વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે રસોડાનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે અને લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. લીંબુની આવકમાં ઘટાડો, હોલસેલ ભાવ 1500થી 4000 પર પહોંચ્યા સુરત APMCના હોલસેલ માર્કેટના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુની આવકમાં સતત ઘટાડો નોંધાયો છે. એકાદ મહિના પહેલા સુરત APMCમાં લીંબુના 20 કિલોના હોલસેલના ભાવો 1000થી 1500 રૂપિયાની વચ્ચે બોલાતા હતા. પરંતુ હાલ આવક ઘટતા આ ભાવો પ્રતિ 20 કિલો 1600થી 4000 રૂપિયાની વચ્ચે થઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં જ ભાવ બમણાથી વધુ થઈ જતા છૂટક બજારમાં તેની સીધી અને મોટી અસર જોવા મળી રહી છે. આ મુખ્ય બે કારણના લીધે ભાવ વધ્યા APMC માર્કેટના શાકભાજી અને લીંબુના જથ્થાબંધ વેપારી બાબુભાઈ શેખે કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી લીંબુના ભાવોમાં ધરખમ વધારો થયો છે. જે લીંબુ 1 મહિના પહેલા 1000થી 1500 રૂપિયા પ્રતિ 20 કિલોએ વેચાતા હતા, તે આજે અમારી માર્કેટમાં 1500થી 4000 રૂપિયા પ્રતિ 20 કિલો સુધીનો બજાર ગયો છે. આના મુખ્ય બે કારણો છે. એક તો વાતાવરણની અનિશ્ચિતતાના કારણે ખેડૂતોના માલના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. આ વિસ્તારોમાં લીંબુની વાડીઓ નાશ પામી 'બીજું મોટું કારણ એ છે કે હવે ધીરે ધીરે ગુજરાતમાં જેમ-જેમ જમીનોના ભાવો વધી રહ્યા છે, એમ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જ્યાં લીંબુ થતા હતા - પાદરા, નરસંડા, નડિયાદ, કડી, કલોલ, મહેસાણા - તે વિસ્તારોમાંથી લીંબુની વાડીઓનું બિલકુલ નાશ થઈ ગયું છે. આ કારણથી પણ અત્યારે આપણને માલની અછત થઈ રહી છે અને અમારી માર્કેટમાં માલની અછત થવાના કારણે આજે ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.'
    Click here to Read More
    Previous Article
    વાંસદા આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી રાજારામ ફરાર:નવસારી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર બાદ પોલીસને ચકમો આપીને ભાગ્યો
    Next Article
    જામનગરમાં રણજીતસાગર રોડ પર વીજપોલમાં આગ:હોમગાર્ડના જવાનોએ સમયસર આગ બુઝાવી મોટી દુર્ઘટના ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment