Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા લોકો ત્રાહિમામ:વાઘોડિયાના હાંસાપુરાના સ્થાનિકોની ધારાસભ્યને રજૂઆત, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મંત્રી અર્જૂન મોઢડિયાને લખ્યો પત્ર

    11 hours ago

    વડોદરાના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. આ અંગે વારંવાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતાં આખરે ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ધારાસભ્યએ મંત્રાલયમાં રજૂઆત કરી છે. પ્રદુષિત પાણીથી ગ્રામજનો પણ ત્રસ્ત હાંસાપુરા ગામ નજીકથી વહેતી વિશ્વામીત્રી નદીમાં પ્રદુષિત પાણી છોડાતું હોવાની સમસ્યા નવી નથી. છેલ્લા કેટલાય સમયથી સમયાંતરે પ્રદુષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે GPCBને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે GPCBના અધિકારીઓ આવે ત્યારે પાણીના સેમ્પલ લઈ જાય છે પણ કઈ મળતું નથી. પીવાના પાણી સહિત વપરાશના પાણીમાં મુશ્કેલી સ્થાનિક રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાંનું પાણી કેટલાક લોકો વપરાશમાં પણ લે છે. આ ઉપરાંત નદી પાસે કેટલાકના બોર છે પરંતુ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા આ બોરમાં પણ કેમિકલ વાળું જ પાણી ભળે છે જેથી વપરાશ માટે તેમજ પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે. વિશ્વામિત્રી નદી જ્યાંથી વહે છે ત્યાં શુદ્ધ પાણી આવે છે અને ગામ નજીક આવતા દુષિત થઇ જાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. ધારાસભ્યએ વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો સ્થાનિક રહીશો દ્વારા આ અંગે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી આ અંગેની રજૂઆત કરી છે અને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્યોને જરૂરી સૂચના આપવામાં આવે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના શ્રીગ્રુપ ગણેશ પંડાલમાં ભાજપના નેતાઓએ દર્શન કર્યા:પંચમહાલ ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને સાંસદ રાજપાલસિંહ જાદવે પૂજન કર્યું
    Next Article
    ખાનપુરમાં અકસ્માત બાદ યુવકને કારના બોનેટ પર 3-4 કિમી ઘસડ્યો:રાજસ્થાનના બે યુવકો ઝડપાયા, કારમાંથી બિયરનું ખાલી ટીન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment