Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનપુરમાં અકસ્માત બાદ યુવકને કારના બોનેટ પર 3-4 કિમી ઘસડ્યો:રાજસ્થાનના બે યુવકો ઝડપાયા, કારમાંથી બિયરનું ખાલી ટીન મળ્યું

    11 hours ago

    મહીસાગરના ખાનપુરના ગાંગટા ગામ પાસે એક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ એક યુવકને કારના બોનેટ પર 3 થી 4 કિલોમીટર સુધી ઘસડવામાં આવ્યો હતો. આ મામલે મયુર પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. મયુર પટેલ પોતાના મિત્ર સાથે ગાંગટા ગામ નજીક ઇનોવા કાર લઈને રસ્તાની બાજુમાં ઉભા હતા. તે સમયે પાછળથી આવેલી એક કિયા કારે તેમની ઇનોવા કારને ટક્કર મારી. અકસ્માત પછી કિયા કારચાલક કાર લઈને ભાગી ગયો. આથી મયુર પટેલ અને તેમના મિત્રએ ઇનોવા કારમાં કિયા કારનો પીછો શરૂ કર્યો. બાબલીયા નજીક ટ્રાફિક હોવાથી કિયા કાર ઉભી રહી. આ સમયે મયુર પટેલે કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, કારચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કરતા મયુર પટેલ કારના બોનેટ પર ચડી ગયા. મયુર પટેલે વાઇપર પકડીને પોતાનો બચાવ કર્યો. તેમ છતાં કારચાલકે કાર રોકવાને બદલે પૂરઝડપે હંકારી. બાબલીયાથી ચોરીવાળ ચોકડી સુધી આશરે ત્રણથી ચાર કિલોમીટર સુધી મયુર પટેલ બોનેટ પર જ રહ્યા. ચોરીવાળ ચોકડી નજીક કારચાલકે યુ-ટર્ન લેતાં મયુર પટેલ નીચે પટકાયા અને તેમને ઇજાઓ થઈ. ત્યારબાદ કારચાલક ડિવાઇડર ઉપરથી કાર ચઢાવી ફરી ભાગી ગયો. મયુર પટેલ, તેમના મિત્ર અને પોલીસે કારનો પીછો કર્યો. કાલીયાકુવા તરફના રસ્તા પર સામે બસ આવી જતા કિયા કાર અટકી. પોલીસે સ્થળ પર પહોંચી રાજસ્થાનના રહેવાસી કારચાલક સંદીપ જાટ અને તેની સાથે બેઠેલા દેવીસિંહ દેવરાને પકડી પાડ્યા. કારમાંથી બિયરનું ખાલી ટીન પણ મળ્યું હતું. બાકોર પોલીસે નશો કરીને વાહન ચલાવવા અને ફરિયાદીના જીવને જોખમમાં મૂકવાના આરોપસર ફરિયાદ નોંધી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા લોકો ત્રાહિમામ:વાઘોડિયાના હાંસાપુરાના સ્થાનિકોની ધારાસભ્યને રજૂઆત, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મંત્રી અર્જૂન મોઢડિયાને લખ્યો પત્ર
    Next Article
    Worker Threatened With Termination For Leaving Office Without Telling Seniors

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment