Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નુકસાનની આશંકા:વરસાદથી પાકને ફાયદો પણ વહેલી લણાયેલી મગફળી કાળી પડી

    7 hours ago

    સાબરકાંઠામાં એક સપ્તાહમાં બીજી વખત સરેરાશ 2 ઇંચ વરસાદ વરસી જતાં ધરતીપુત્રોમાં મોટાભાગે ખુશીની લહેર પ્રસરી ગઈ છે. મગફળીનુ વહેલું વાવેતર કરનાર ખેડૂતોએ મગફળી બહાર કાઢી લીધી હતી અને ખેતરમાં પડી હતી તે લળી જતાં કાળી પડી જતાં નુકસાનની આશંકા સેવાઈ રહી છે. હિંમતનગર શહેરમાં કેટલીક જગ્યાએ ભૂવા પડી જવા સહિત પાણી ભરાવાની સમસ્યા પણ જસની તસ રહી છે તેનો પાલિકા પાસે કોઈ ઉકેલ નથી. ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થયો હતો. અત્યાર સુધીની ચોમાસું સિઝનમાં પ્રથમ વખત 53 પૈકી 47 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. એમાં પણ 21 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 9 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દાંતામાં સવા 5 ઇંચ, મોડાસામાં પોણા 5 ઇંચ અને શંખેશ્વરમાં 4 ઇંચ ખાબકયો હતો. ગુરૂવારે સાંજે વરસાદી વાતાવરણ જમ્યા બાદ શુક્રવારે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં અને તલોદમાં સૌથી વધુ ત્રણ ઇંચ, વડાલીમાં અઢી ઇંચ, ઇડરમાં 2 ઇંચ અને પ્રાંતિજમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે હિંમતનગર, પોશીના અને વિજયનગર તાલુકામાં સવારથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. હિંમતનગર શહેરના વોર્ડ નં- 2 માં અંબર સિનેમા પાસે મસ્જિદ પાછળથી મહાકાલી મંદિર કુંડ તરફ જતાં માર્ગ પર ભૂવો પડતાં સ્થાનિકોની શરૂઆત બાદ પૂરાણ કરાયું હતું. પરંતુ ફરીથી વરસાદ પડતાં ખાડો પડી ગયો હોવાનું અકીલ શેખે જણાવ્યું હતું. રાત્રિના સમયે અકસ્માત સર્જાઈ શકે છે. આજથી ઉ.ગુ.માં વરસાદનું જોર ઘટી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતના 26 થી 50 ટકા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યાર બાદ રવિવારથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ 24 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતના 25 ટકાથી ઓછા વિસ્તાર પુરતી સિમિત રહેશે. થોડાક નુકસાનની સામે આ વરસાદથી ફાયદો નિવૃત્ત કૃષિ અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે મગફળી, કપાસ, સોયાબીન, દિવેલા સહિતના પાકો માટે સારામાં સારો વરસાદ છે. જમીનમાં ભેજ જ ન હતો. ગત વર્ષે 4 થી 7 ઇંચ વરસાદ વરસવા થતાં નુકસાન જોવા મળ્યું ન હતું. જે મગફળી બહાર કાઢવામાં આવી હોય તે પલળી જાય એવું બની શકે છે. કપાસમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરીંગ થયુ હતુ તે ખરી પડ્યાનુ જોવા મળી રહ્યુ છે. પરંતુ થોડાક નુકસાનની સામે આ વરસાદથી ફાયદો મોટો થયો છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર:શિક્ષિકાએ અમદાવાદમાં જાતે બનાવેલી માટીની ગણેશજીની મૂર્તિઓ ભક્તોને વિનામૂલ્યે આપી
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ‎:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના છાત્રો માટે PhDની બાકી બેઠકોમાં 80% અનામત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment