Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર:શિક્ષિકાએ અમદાવાદમાં જાતે બનાવેલી માટીની ગણેશજીની મૂર્તિઓ ભક્તોને વિનામૂલ્યે આપી

    7 hours ago

    પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં રહેતા મનિષાબેન બાબુભાઈ સોંદરવા છેલ્લા દસ વર્ષથી જાતે જ માટીના ગણેશજીની મૂર્તિ બનાવવામાં માહેરાત હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, પ્રભુતામાં પગલાં પાડી અમદાવાદ અખબારનગર નવાવાડજમાં પતિ દેવેન્દ્રકુમાર (દેવ) દેવળિયા સાથે રહું છુ. અને ત્યાંની અમદાવાદ મા ખાનગી સ્કૂલ માં નોકરી કરૂ છુ. આ વખતે મે અમદાવાદમાં માટીની મૂર્તિઓ બનાવી છે. જે કે. કે. નગર, વાડજ, ઠક્કર નગર, સાબરમતી, મણીનગર, ગોતા સહિતના વિસ્તારોમાં વિનામૂલ્યે આપી છે. ગણપતિ દાદાની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની પૂજા કર્યા પછી લોકો પાણીમાં પધરાવતા હોય છે. પરંતુ તેનું વિસર્જન ન થવાના કારણે દાદાનું અપમાન થાય છે. ધાર્મિક શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે. ત્યારે મનમાં વિચાર આવ્યો હતો કે કેમ જાતે જ દાદાની મૂર્તિ ન બનાવવી. જેનો દસ વર્ષ પહેલા અમલ કર્યો હતો. કોરોનામાં મારા પિતાજીનું નિધન થતાં આ મૂર્તિઓ વિનામૂલ્યે આપી રહી છુ. એક મૂર્તિ બનાવતા 1 ક્લાકનો સમય થાય છે. મનિષાબેને બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટસ (B.V.A)ની ડીગ્રી પાલનપુર જી.ડી.મોદી કોલેજ માંથી પ્રાપ્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન:નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા 21 શાળાના 65 છાત્રોએ ભાગ લીધો
    Next Article
    નુકસાનની આશંકા:વરસાદથી પાકને ફાયદો પણ વહેલી લણાયેલી મગફળી કાળી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment