Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન:નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા 21 શાળાના 65 છાત્રોએ ભાગ લીધો

    8 hours ago

    ગુજરાત રાજ્યના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 17/09/2026 ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસાથે નેશનલ સાયન્સ સેમિનાર- 2026ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. પ્રથમ ક્રમે પાલનપુરની એમ.એમ.મહેતા વિદ્યામંદિરનો વિદ્યાર્થી હેત પ્રજાપતિ જ્યારે બીજા ક્રમે વાસણા-વાતમની સરકારી માધ્યમિક શાળાની વિદ્યાર્થીની મમતા પુરોહિત વિજેતા થઈ હતી. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો આગામી સમયમાં ગુજકોસ્ટ દ્વારા યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સની માર્ગદર્શિકા અનુસાર GUJCOST દ્વારા દર વર્ષે આ રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારનું આયોજન કરાય છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ,પાલનપુર સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર, બનાસકાંઠા અને વાવ-થરાદ દ્વારા "ભારતીય ઊર્જા બાસ્કેટ-2047 ,સંભાવનાઓ અને પડકારો" વિષય પર જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર-2026 નું આયોજન NIB સ્કૂલ ઓફ સાયન્સ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં ફિઝિક્સ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.આર.જે.પાઠક, અબ્બાસભાઈ પરબડીયા, તેજસભાઈ માછલીયા સાહેબ તેમજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર ત્વરાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં બનાસકાંઠા-વાવ થરાદ જિલ્લાની 21 શાળાઓમાંથી 65 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ભારતના ઊર્જાક્ષેત્રના મુદ્દાઓ પર વિચારો રજૂ કર્યા હતા.છાત્રોએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ચાર્ટના માધ્યમથી વિષયની રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર:ભાડા વધારાના પ્રથમદિને રિક્ષા એસોસિએશનમાં બે ફાંટિયા પડ્યા
    Next Article
    પાલનપુર:શિક્ષિકાએ અમદાવાદમાં જાતે બનાવેલી માટીની ગણેશજીની મૂર્તિઓ ભક્તોને વિનામૂલ્યે આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment