Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર:ભાડા વધારાના પ્રથમદિને રિક્ષા એસોસિએશનમાં બે ફાંટિયા પડ્યા

    8 hours ago

    પાલનપુરમાં રિક્ષાના ભાડામાં વધારો કરવાના મુદ્દે રિક્ષા એસોસિએશનમાં બે ફાંટીયા પડી ગયા છે. જ્યાં પ્રથમ દિવસે મોટાભાગના રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો ન કરી રૂપિયા 10 જ ભાડું વસુલ્યું હતુ. પાલનપુરમાં ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા શટલ ભાડામાં રૂપિયા 10નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પ્રથમ દિવસે જ આ ભાડા વધારાનો બનાસકાંઠા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વિરોધ કરી જુના ભાડાથી રિક્ષા ચલાવવાનો નિર્ણય લેવાતાં બે એસોસિએશન વચ્ચે ફાંટીયા પડ્યા હતા. મુસાફરોએ ભાડા વધારાને નકારી કાઢ્યો હતો. અમારા સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ભાડું વધાર્યુ બનાસકાંઠા રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ અલ્તાફભાઇએ જણાવ્યું કે અમારૂ એસોસિએશન વર્ષો જુનું છે. 85 ટકા જેટલા રિક્ષા ચાલકો જોડાયેલા છે. ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા અમારા એસોસિએશન સાથે વાતચીત કર્યા વિના વિશ્વાસમાં લીધા વિના ભાડું વધારવાનો નિર્ણય કર્યો છે. જેનો વિરોધ કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે સાઈટ મુલાકાત લીધી‎:થાનગઢ વગડિયા રોડ નજીક કચરાનો આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવાશે
    Next Article
    સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન:નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા 21 શાળાના 65 છાત્રોએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment