Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે સાઈટ મુલાકાત લીધી‎:થાનગઢ વગડિયા રોડ નજીક કચરાનો આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવાશે

    8 hours ago

    થાનગઢ નગરપાલિકા દ્વારા શહેરના કચરાના યોગ્ય અને આધુનિક નિકાલ માટે વગડીયા રોડ ખાતે એક વિશેષ કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્લાન્ટમાં લાવવામાં આવતા કચરા પર વિવિધ પ્રોસેસ કરીને તેનો ઉપયોગી રીતે નિકાલ કરવામાં આવશે. હાલ ચાલી રહેલા મશીનરી ઇન્સ્ટોલેશનના કામકાજની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરે પ્લાન્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ અદ્યતન પ્રોસેસિંગ પ્લાન્ટને સંપૂર્ણ રીતે તૈયાર થતાં આશરે ત્રણ મહિનાનો સમય લાગશે અને તેને આધુનિક મશીનરીથી સજ્જ કરવા માટે અંદાજે રૂ. 1કરોડ 30 લાખનો ખર્ચ કરાઈ રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થતાંની સાથે જ શહેરના તમામ પ્રકારના કચરાને પ્રોસેસિંગ મશીનરી દ્વારા પ્રોસેસ કરાશે. આ પ્રોજેક્ટથી એક તરફ શહેરના કચરાનો કાયમી નિકાલ થશે અને બીજી તરફ નગરપાલિકા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વગડીયા રોડ પર બની રહેલા આ આધુનિક પ્લાન્ટની પ્રોસેસિંગ ક્ષમતા દૈનિક 12 ટનની રહેશે. પ્લાન્ટ શરૂ થતાં તે દરરોજ 12 ટન કચરાનો નિકાલ કરશે. જ્યારે શહેરમાંથી દૈનિક આશરે 14 ટન કચરો એકત્રિત કરાય છે. પ્લાન્ટની કામગીરી અંગે માહિતી આપતાં પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે એકત્રિત કરાયેલા કચરામાંથી પ્લાસ્ટિક, ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરાશે. આ પૈકી પ્લાસ્ટિકના નિકાલ અને વેચાણ માટે કોઈ કંપની સાથે કરાર કરીને પાલિકા આવક મેળવશે. જ્યારે બાકી બચેલા સેન્દ્રીય અને ભીના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાનું ખાતર બનાવાશે.
    Click here to Read More
    Previous Article
    ગટરનું પાણી તાત્કાલિક કાયમી બંધ કરાવો‎:"મશીન આવે છે ને જાય છે, પણ રોડ પરથી ગટરનું પાણી નથી સૂકાતું! જનતાએ ઠાલવેલો ભારે આક્રોશ
    Next Article
    પાલનપુર:ભાડા વધારાના પ્રથમદિને રિક્ષા એસોસિએશનમાં બે ફાંટિયા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment