Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટરનું પાણી તાત્કાલિક કાયમી બંધ કરાવો‎:"મશીન આવે છે ને જાય છે, પણ રોડ પરથી ગટરનું પાણી નથી સૂકાતું! જનતાએ ઠાલવેલો ભારે આક્રોશ

    8 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર 9 ના રતનપર વિસ્તારમાં (પટેલ વાડી પાસે, નારાયણપરા) દસ દિવસથી ડ્રેનેજ લાઈન ઉભરાતાં સ્થાનિક જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. મુખ્ય માર્ગ પર સતત વહી રહેલા ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે રહીશો, શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.સ્થાનિકોના આરોપ મુજબ, પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાડા ખાતર જેટીંગ મશીન મોકલીને કામગીરી બતાવવામાં આવે છે, પરંતુ થોડી જ વારમાં ગટરનું પાણી ફરીથી રોડ પર પથરાઈ જાય છે. અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે, જેથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. આ અંગે આ વિસ્તારના સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર સામે આકરા સવાલો કરતા જણાવ્યુ છે કે"અમે જેમને વોટ આપીને ચૂંટ્યા છે, તે વોર્ડ નં. 9ના પ્રતિનિધિઓએ આ કાયમી નરકાગારમાંથી મુક્તિ અપાવવા અત્યાર સુધી શું કાર્યવાહી કરી?" "વોર્ડના જવાબદાર એન્જિનિયર ક્યારે આ ડ્રેનેજ લાઈનનું કાયમી સમારકામ કરશે અને તેનો ચોક્કસ સમયગાળો શું રહેશે? આ ઉપરાંત "વઢવાણના ધારાસભ્ય અમારા જ વોર્ડ નં.9માં રહે છે, છતાં તેમણે આ ગંભીર સમસ્યા અંગે તંત્ર સમક્ષ શું રજૂઆત કે કડક કાર્યવાહી કરી?," સુરેન્દ્રનગર મનપાના કમિશનર અને મેયરને છેલ્લા દસ દિવસથી રસ્તા પર વહેતી ગટર અને હેરાન થતી પ્રજા કેમ નથી દેખાતી? ગટરનું પાણી તાત્કાલિક કાયમી બંધ કરાવો આ અંગે રહીશો કમલેશભાઇ કોટેચા, પ્રવિણભાઇ વેગડ, એમ.જે.મુજપરા સહિતના લોકોએ જણાવ્યુ કે રતનપર પટેલ વાડી, નારાયણપરાના મુખ્ય રોડ પર ગટરનું પાણી આવતું તાત્કાલિક કાયમી બંધ કરવામાં આવે.ગટર લાઈનનું યોગ્ય નિરીક્ષણ કરી મૂળ કારણ શોધીને તાત્કાલિક સમારકામ કરાય. રોડ અને આસપાસની ગંદકી સાફ કરી દવા છંટકાવ તથા ફોગિંગની કામગીરી હાથ ધરાય.કામગીરી પૂર્ણ થયા બાદ ફરી આ સ્થિતિ ન સર્જાય તેવી ડ્રેનેજ વ્યવસ્થા કરાય
    Click here to Read More
    Previous Article
    જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં સંચારી રોગ સમિતિની બેઠક યોજાઈ:અખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ કરવા અને પીવાના પાણીનું નિયમિત ક્લોરિનેશન-ટેસ્ટિંગ કરવા સૂચના અપાઈ
    Next Article
    કલેક્ટરે સાઈટ મુલાકાત લીધી‎:થાનગઢ વગડિયા રોડ નજીક કચરાનો આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment