Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં સંચારી રોગ સમિતિની બેઠક યોજાઈ:અખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ કરવા અને પીવાના પાણીનું નિયમિત ક્લોરિનેશન-ટેસ્ટિંગ કરવા સૂચના અપાઈ

    9 hours ago

    પોરબંદરના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં સંચારી રોગ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અધિકારીઓને અખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ કરવા અને પીવાના પાણીનું નિયમિત ક્લોરિનેશન-ટેસ્ટિંગ કરવા સૂચના અપાઈ હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને સંચારી રોગ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચોમાસા સહિતની ઋતુઓમાં પાણીજન્ય અને સંચારી રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ રોગ અટકાયતી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બજારોમાં વેચાતા અખાદ્ય પદાર્થોનું નિયમિત ચેકિંગ વધુ સઘન બનાવવા અને સંચારી રોગોના ફેલાવા સામે આગોતરું આયોજન કરવા તાકીદ કરી હતી. અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રાએ પાણીના નમૂનાઓનું લેબોરેટરી ટેસ્ટિંગ અને પીવાના પાણીમાં ક્લોરિનેશનની પ્રક્રિયા પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વોટર બોર્ન ડીસીઝ, સિઝનલ ફ્લૂ, હડકવા, સર્પદંશ તેમજ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી સરકારી હોસ્પિટલો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઓપીડીમાં દર્દીઓને ઝડપી નિદાન અને સારવાર મળે તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. પાણીજન્ય રોગો સામે તકેદારી રખાશે પીવાના પાણીની મુખ્ય લાઈનો તેમજ વિતરણ વ્યવસ્થામાં નિયમિત ક્લોરિનેશન થાય અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તે માટે આરોગ્ય અને વોટર વર્કસ વિભાગને સંયુક્ત મોનિટરિંગ કરવા સૂચના અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ‘સ્વચ્છતા હી સેવા 2026’:મનપાનું 13 વોર્ડમાં મહાસફાઈ અભિયાન
    Next Article
    ગટરનું પાણી તાત્કાલિક કાયમી બંધ કરાવો‎:"મશીન આવે છે ને જાય છે, પણ રોડ પરથી ગટરનું પાણી નથી સૂકાતું! જનતાએ ઠાલવેલો ભારે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment