Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સ્વચ્છતા હી સેવા 2026’:મનપાનું 13 વોર્ડમાં મહાસફાઈ અભિયાન

    9 hours ago

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા 2026’ અંતર્ગત શહેરના તમામ 1 થી 13 વોર્ડમાં સામૂહિક સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ ઝુંબેશમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રત્યક્ષ જોડાઈને વિવિધ જાહેર સ્થળો પર સફાઈ કામગીરી હાથ ધરી હતી. ​ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તમામ વોર્ડના કોર્પોરેટરો, પદાધિકારીઓ તેમજ વહીવટી સ્ટાફે ઉત્સાહપૂર્વક સહભાગી થઈ માર્ગો અને જાહેર વિસ્તારોમાંથી કચરો એકત્ર કરી નિકાલ કર્યો હતો. આ મહાસફાઈ અભિયાન દરમિયાન ઉપસ્થિત સૌએ સાથે મળીને શહેરને સુંદર બનાવવાની સામૂહિક પ્રતિબદ્ધતા દોહરાવી હતી.મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા 2026’ અંતર્ગત તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી આખો મહિનો વિવિધ સફાઈ કામગીરી અને લોકજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા પોરબંદરના માણેકચોકમાં મહાસફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓ -અધિકારીઓએ સફાઈ કરી સ્વચ્છ પોરબંદરનો સંકલ્પ લીધો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા 2026’ અંતર્ગત શહેરના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં સઘન મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ, સુંદર અને રોગમુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ ઝુંબેશમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ કર્મચારીઓએ જાતે કચરો એકત્ર કરી સફાઈ કામગીરી કરી હતી. આ સફાઈ ઝુંબેશમાં મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ કમિશનર કિશન ગરસર અને મનન ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટરો સહિતના અગ્રણીઓએ પણ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. સમગ્ર ટીમે સાથે મળી માણેકચોકના જાહેર માર્ગોની સફાઈ કરી પોરબંદરને સ્વચ્છ બનાવવાની સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 1 મહિનો વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે મહાનગરપાલિકા દ્વારા તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી સમગ્ર શહેરમાં વિવિધ પ્રકારની સફાઈ કામગીરી તેમજ લોકજાગૃતિ માટેના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર અને દુકાનની આસપાસનો વિસ્તાર સાફ રાખે, જાહેર માર્ગો કે ખુલ્લી જગ્યામાં ગંદકી ન કરે અને કચરાનો નિયત વાહનોમાં જ યોગ્ય નિકાલ કરવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રવિવારે બીજા તબક્કાનુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે‎:પ્રથમ તબક્કામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનમાં માનવ મેદની ઉમટી પડી
    Next Article
    જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં સંચારી રોગ સમિતિની બેઠક યોજાઈ:અખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ કરવા અને પીવાના પાણીનું નિયમિત ક્લોરિનેશન-ટેસ્ટિંગ કરવા સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment