Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશામાં ધૂત ASIએ BRTSને જોરદાર ટક્કર મારી:કારમાંથી વરદી અને દારૂની બોટલ મળી, ASI કસૂરવાર ઠરતા જ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા

    3 days ago

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. દારૂના નશામાં ધૂત એક પોલીસકર્મીએ પોતાની સ્વિફ્ટ કાર પુરપાટ ઝડપે દોડાવીને આગળ જતી BRTS બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એટલું જ નહીં અકસ્માત બાદ ASIને બોલવાના ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દારૂના નશાના અકસ્માત કરનાર ASI સસ્પેન્ડ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા એક પોલીસ અધિકારી ખુદ દારૂના નશામાં ચૂર થઈને બેફામ કાર હંકારી અકસ્માત સર્જતા પકડાયા છે. પોલીસ હેડક્વાર્ટરની 'બી' કંપનીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) અજયભાઈ હરીભાઈ પટેલે ગઈકાલે રાત્રે નશાની હાલતમાં BRTS બસને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગંભીર ગેરવર્તણૂક બદલ સુરત પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી કડક પગલાં ભરીને એએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં કસૂરવાર ઠરતા જ પોલીસ કમિશનરનો હુકમ: ASI સસ્પેન્ડ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી આરોપી એ.એસ.આઈ. વિરૂદ્ધ પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પ્રાથમિક તપાસમાં એ.એસ.આઈ. અજયભાઈ હરીભાઈ પટેલનો ગંભીર ભૂલ હોવાનું અને તેઓ કસૂરવાર હોવાનું સાબિત થયું હતું. શિસ્તબદ્ધ પોલીસ બેડામાં આવા વર્તનને જરાય ચલાવી ન લેવાય તેવો કડક સંદેશ આપતા પોલીસ કમિશનરના હુકમથી એ.એસ.આઈ.ને આજ રોજથી જ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસકર્મી જાહેરમાં લવારા કરવા લાગ્યો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર પોલીસકર્મી એટલો બધો નશામાં ચૂર હતો કે અકસ્માત કર્યા પછી પણ તેને કોઈ ભાન નહોતું. તે કારમાંથી જાહેર રસ્તા પર જ લોકો સામે લવારા કરવા લાગ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતાં લોકો અને સ્થાનિક રહીશોના મોટા ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસ જવાન સતત એક જ રટણ કરતો હતો કે હું કોન્સ્ટેબલ નથી,તૈયાર છું. સ્વિફ્ટ કારમાંથી મળી પોલીસની વર્દી, દારૂની બોટલ અને ગ્લાસ ટોળાએ જ્યારે અકસ્માત કરનાર સ્વિફ્ટ કાર (GJ-05-JN-9127)ની અંદર તપાસ કરી ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા. કારની પાછળની સીટ પરથી પોલીસની ઓફિશિયલ વર્દી અને બેલ્ટ મળી આવ્યા હતા. આ વર્દી પર લાગેલી નેમપ્લેટ પર અજયભાઈ એચ. પટેલ, એ.એસ.આઈ., પો.નં 2559, સુરત શહેર લખેલું હતું. એટલું જ નહીં, કારની અંદરથી દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો. બીજો કોઈ બાઈક સવાર હોત તો જીવ ગયો હોત ઘટનાસ્થળે હાજર એક સ્થાનિકે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રક્ષક જ ભક્ષક બનીને દારૂના નશામાં ધૂત થઈ રસ્તા પર નીકળશે, તો જનતાએ સુરક્ષા માટે કોની પાસે જવું? ગાડીની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે જો બસની જગ્યાએ કોઈ બાઇકચાલક હોત તો તેનો જીવ ચાલ્યો ગયો હોત. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત બાદ બસ ડ્રાઇવર પર દબાણ લાવીને તેને તાત્કાલિક ઘટનાસ્થળેથી રવાના કરી દેવાયો હતો, જેથી મામલો વધુ ન બગડે. 5 વર્ષથી હેડ ક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવે છે અજય પટેલ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અકસ્માત કરનાર વ્યક્તિ ખરેખર પોલીસ વિભાગનો જ કર્મચારી છે અને તે અકસ્માત સમયે નશાની હાલતમાં હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેનું નામ અજય પટેલ છે અને તે છેલ્લા 5 વર્ષથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યો છે. હાલમાં ઉમરા પોલીસે નશાખોર ASI અજય પટેલની અટકાયત કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ તથા અકસ્માત અંગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનાને પગલે સુરત પોલીસની છબી ખરડાઈ છે અને લોકો કાયદાના પાલન કરાવનારાઓની આવી કરતૂતો પર ફિટકાર વરસાવી રહ્યા છે. ===== આ પણ વાંચો: અમદાવાદમાં ‘શી ટીમ’ની ગાડીનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો:નશામાં ગાડી ડિવાઈડર પર ચઢાવી દીધી અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની 'શી ટીમ' વિવાદમાં આવી હતી. નિકોલ પોલીસ સ્ટેશનની શી ટીમની ગાડીના આઉટસોર્સ ડ્રાઇવરે નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ જ્યારે તપાસ કરી તો ગાડીમાંથી દારૂનું ક્વાર્ટર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે આઉટસોર્સ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંચો સંપૂર્ણ સમાચાર નશામાં ધૂત કોન્સ્ટેબલની ધમાલ:કારમાંથી દારુની 3 બોટલ મળી, અમદાવાદના કુહા ગામની ઘટના અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો હતો. દીપક ડામોર નામના પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની લારી પર જઈને ધમાલ કરી હતી.પોલીસકર્મી ગાડીમાંથી પણ ત્રણ દારૂની બોટલ અને ગંજીફા પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ હોબાળો કરીને પોલીસને જાણ કરી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':કરણ જોશી, ઈશા, મિત્ર સહિતના સેલેબ્સે રેડ કાર્પેટ પર વોક કર્યું ; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અવોર્ડ એનાયત કરશે
    Next Article
    ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું:આજે દ. ગુજરાતમાં વરસાદની સંભાવના, સતત બીજા દિવસે રાજ્યમાં ભાવનગર સૌથી ગરમ શહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment