Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું:આજે દ. ગુજરાતમાં વરસાદની સંભાવના, સતત બીજા દિવસે રાજ્યમાં ભાવનગર સૌથી ગરમ શહેર

    3 days ago

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીના જોર વચ્ચે રાજ્યના તાપમાનમાં મામૂલી ઘટાડો નોંધાયો છે.આજે સતત બીજા દિવસે 41.4 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદનું 40.6 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય તમામ શહેરોમાં તાપમાન ઘટતા ગરમીનો પારો 40 ડિગ્રીને નીચે પહોંચ્યો હતો. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ છત્તીસગઢ બોર્ડર પર પહોંચ્યું છે. ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય જોવા મળી રહી છે. ગુજરાતની આસપાસ બે મુખ્ય સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદી પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં 14, 15 અને 16 જૂન સુધી હવામાન સૂકું રહેશે. તે પછી 17, 18, 19 અને 20 જૂન અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવનારા સાત દિવસો માટે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. પવનની દિશા આજે દક્ષિણ-પશ્ચિમ તરફની રહેશે. ગુજરાતની આસપાસ બે મુખ્ય સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પ્રદેશમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 15 જૂન છે. હાલમાં ચોમાસાનો પ્રવાહ થોડો નબળો છે, પરંતુ 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આગળની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી એક સપ્તાહ તાપમાન સ્થિર રહેશે હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે. પવનની સ્થિતિ જોતાં, હાલમાં રાજ્યના નીચલા સ્તરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટ હોવાને લીધે પવનની ગતિ થોડી વધુ રહેશે, જેમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. ચોમાસાની રાષ્ટ્રીય સ્થિતિ ચોમાસું હાલમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ગયું છે અને તે કર્ણાટક, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તથા ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 15 જૂન છે, તેથી મહારાષ્ટ્રમાં ચોમાસાની પ્રગતિ થયા બાદ આગામી દિવસોમાં તે ગુજરાતમાં પણ સમયસર પહોંચે તેવી શક્યતા છે. આગામી 7 દિવસની વરસાદી આગાહી આ પણ વાંચો… યુપીમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 5નાં મોત, MP-રાજસ્થાન સહિત 9 રાજ્યમાં પ્રી-મોન્સૂન સક્રિય દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં શનિવારે સાંજે ભોપાલ સહિત 4 જિલ્લામાં ભારે વરસાદ થયો. ઘણી જગ્યાએ વીજળીના તાર, વૃક્ષો તૂટી પડ્યા. યુપીમાં વાવાઝોડા-વરસાદ દરમિયાન થયેલા અકસ્માતોમાં 5 લોકોના મોત થયા. ઉન્નાવ અને ગાઝીપુરમાં વીજળી પડવાથી બે લોકોના જીવ ગયા. જ્યારે, કાસગંજમાં વાવાઝોડાને કારણે મકાનની છત પડી ગઈ. જેમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત થયું. રાજસ્થાનમાં જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં શનિવારે વરસાદ થયો. ચુરુ જિલ્લામાં વાવાઝોડા-વરસાદને કારણે એક મકાનની દીવાલ પડી ગઈ. જેમાં પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા. ગ્રામજનોએ તરત જ રાહત કાર્ય શરૂ કર્યું અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. મોન્સૂનની ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાલ તે છત્તીસગઢની સરહદ પર છે. આગામી 3 દિવસમાં તેના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પહોંચવાની સંભાવના છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા પછી મોન્સૂન 9 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    નશામાં ધૂત ASIએ BRTSને જોરદાર ટક્કર મારી:કારમાંથી વરદી અને દારૂની બોટલ મળી, ASI કસૂરવાર ઠરતા જ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા
    Next Article
    અરજદારને લાફો મારનાર પોલીસકર્મીની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ:વડોદરામાં નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહી લાફો માર્યાનો આક્ષેપ બાપોદ પોલીસના ASI નિપુલ કહાર સામે એટ્રોસિટી હેઠળ ગુર્નો દાખલ, 9 સાક્ષીઓના નિવેદન લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment