Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારને લાફો મારનાર પોલીસકર્મીની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ:વડોદરામાં નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહી લાફો માર્યાનો આક્ષેપ બાપોદ પોલીસના ASI નિપુલ કહાર સામે એટ્રોસિટી હેઠળ ગુર્નો દાખલ, 9 સાક્ષીઓના નિવેદન લેવાયા

    3 days ago

    વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કેસમાં પોલીસકર્મીની બાપોદ પોલીસ સ્ટેશનમાંથી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ એક નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરી ગાલ પર લાફો મારી દીધો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રીહરિ ટાઉનશીપમાં રહેતા પ્રવીણકુમાર ઉપેન્દ્રભાઈ પરમારે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તારીખ 15 મેના રોજ પ્રવીણકુમાર બપોરે બાપોદ પોલીસ સ્ટેશનના પ્રથમ માળે દાદરા પાસે હાજર હતા. તે દરમિયાન ત્યાં ફરજ પર રહેલા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે, આ દરમિયાન ASI નિમેશભાઈએ ઉશ્કેરાઈ જઈને પ્રવીણકુમારને જાતિપ્રત્યે અપમાનિત કરે તેવા શબ્દો કહ્યા હતા અને તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, પોલીસ અધિકારીએ આવેશમાં આવીને પ્રવિણકુમારને ગાલ પર તમાચો પણ જડી દીધો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર પ્રવીણકુમારે ન્યાય માટે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત વડોદરા શહેરના જેલ રોડ પર દલિત સમાજે સ્વાભિમાન રેલી કાઢીને ઉગ્ર આંદોલન કર્યું હતું. રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા 75 લોકો સામે ગુનો પણ નોંધાયો હતો. ત્યારબાદ હવે બાપોદ પોલીસ સ્ટેશનમાં ASI નિપુલ રમેશભાઈ કહાર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગના કર્મચારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાતા આ સમગ્ર ગુનાની આગળની તપાસ વડોદરા શહેરના એસ.સી. /એસ.ટી. સેલના એસીપીને સોંપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને સીસીટીવી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પોલીસકર્મીની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું:આજે દ. ગુજરાતમાં વરસાદની સંભાવના, સતત બીજા દિવસે રાજ્યમાં ભાવનગર સૌથી ગરમ શહેર
    Next Article
    Paul Blackthorne Reveals How Aamir Helped Him Deliver 'Teen Guna Lagaan' Scene

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment