Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ‎:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના છાત્રો માટે PhDની બાકી બેઠકોમાં 80% અનામત

    7 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ PhD પ્રવેશ પ્રક્રિયામાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો છે. પ્રવેશ પ્રક્રિયામાં સૌપ્રથમ NET અને SLET પાસ ઉમેદવારોને સીધો પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ બાકી રહેલી બેઠકો માટે પ્રવેશ પરીક્ષા યોજાશે. આ રીતે ખાલી રહેલી બેઠકોમાંથી આશરે 80 ટકા બેઠકો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ના PhD પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા પહેલાં માર્ગદર્શકોની ઉપલબ્ધતા આધારે વિવિધ વિષયોની ખાલી બેઠકોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે. 31 ઓગસ્ટ, 2026ની સ્થિતિએ કુલ 214 બેઠકો‎ ખાલી હોવાનું જાહેર કરાયું છે. યુનિવર્સિટીના ‎સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણયથી સ્થાનિક‎ વિદ્યાર્થીઓને પોતાના જ પ્રદેશમાં સંશોધન માટે તક‎ મળશે.‎ 214 બેઠકો ખાલી| એજ્યુકેશનમાં સૌથી વધુ 40 31 ઓગસ્ટ, 2026ની સ્થિતિએ યુનિવર્સિટીમાં વિવિધ વિષયોની કુલ 214 ખાલી બેઠકો પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં સૌથી વધુ બેઠકો એજ્યુકેશન વિષયમાં છે. જ્યારે લાઈબ્રેરી સાયન્સમાં એકપણ બેઠક ખાલી નથી. સૌથી વધુ બેઠકો ધરાવતા વિષયો: એજ્યુકેશન (40), કેમિસ્ટ્રી (30), ગુજરાતી (22), હિન્દી (17), અને અંગ્રેજી (16), મધ્યમ બેઠકો ધરાવતા વિષયો: ઈકોનોમિક્સ (11), સંસ્કૃત (11), લો (9), ફિઝિકલ એજ્યુકેશન (8), મેનેજમેન્ટ (7), બાયોટેક (5), હિસ્ટ્રી (5), સૌથી ઓછી બેઠકો ધરાવતા વિષયોમાં બોટની (4), સાયકોલોજી (4), પ્રાકૃત (4), ઝૂઓલોજી (2), સોશિયોલોજી (1)
    Click here to Read More
    Previous Article
    નુકસાનની આશંકા:વરસાદથી પાકને ફાયદો પણ વહેલી લણાયેલી મગફળી કાળી પડી
    Next Article
    કારમાલિકને ઝડપી પાડવા પોલીસ ભરૂચ પહોંચી પણ ઘરે મળ્યો નહીં:પોલીસને કચડવાનો પ્રયાસ કરનાર દારૂની કારનું પગેરું ભરૂચ પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment