Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારે બીજા તબક્કાનુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે‎:પ્રથમ તબક્કામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનમાં માનવ મેદની ઉમટી પડી

    9 hours ago

    પોરબંદરમાં શુક્રવારે મોટાભાગના આયોજકો દ્વારા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને માર્ગો પર અબીલ ગુલાલની છોડો ઉડી હતી. ડીજેના તાલે ભાવિકો ગણેશમય બન્યા હતા. આવતીકાલે રવિવારે બીજા તબક્કાનું ગણેશ વિસર્જનમાં પણ માનવ મેદની ઉમટી પડશે. પોરબંદર સહિતના આસપાસના વિવિધ વિસ્તારોમાં પંડાલ ખાતે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. વિવિધ ગણેશજીના પંડાલ ખાતે પૂજા, આરતી, સત્સંગ સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ગણેશ ચતુર્થી ઉત્સવ દરમ્યાન બે રાત સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો તેમછતાં ગણેશ પંડાલ ખાતે ભાવિકો દર્શન કરવા ઉમટ્યા હતા પરંતુ ગુરુવારે રાત્રે વરસાદ ન હોવાથી ખારવાવાડના વિસ્તારોમાં ગણેશ પંડાલો ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શન માટે ઉમટી પડ્યું હતું. શહેર ગણેશમય બન્યું છે. શુક્રવારે મોટાભાગના આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમ્યાન અસ્માવતી ઘાટ ખાતે અને માર્ગો પર વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને અગલે બરસ તું જલ્દી આના ના નાદ માર્ગો પર ગુંજ્યા હતા. ગણેશ વિસર્જનના માર્ગ પર ભાવિકો ડીજે, ઢોલ, શરણાઈના સૂરો સાથે અબીલ ગુલાલની છોળો ઉડાવી હતી અને ભાવિકો રાસ ગરબા રમતા રમતા વિસર્જન સ્થળે પહોંચ્યા હતા, જ્યાં પૂજા કરી ગણેશજીને વિસર્જિત કર્યા હતા. આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ ખારવા સમાજના લોકોએ બોટ, રેસ્ક્યુ સહિતનો મોરચો સંભાળ્યો હતો અને ફાયર બ્રિગેડ ટીમ પણ રેસ્ક્યુ માટે તૈનાત કરાઈ હતી. આવતીકાલે રવિવારે 7માં દિવસે બીજા તબક્કાનું ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. માર્ગો પર ડીજેના તાલે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજી ઉઠશે. મનપા દ્વારા અન્ય સ્થળે કૃત્રિમ તળાવ બનાવવાનું ચૂકી ગયું ઉલ્લેખનીય છે કે, ગણેશ ચતુર્થી ઉત્સવ દરમ્યાન પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં ગણેશ પંડાલ ખાતે આયોજકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને વિસર્જન માટે રસ્તા પર ટ્રાફિકજામ ન સર્જાય તે માટે કૃત્રિમ કુંડ બનાવે છે પરંતુ આ વખતે મનપા દ્વારા માત્ર અસમાવતી ઘાટ પાસેના દરિયા નજીક કુંડ બનાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાત્રે ઊંઘમાંથી જાગ્યા બાદ સાથી ખલાસી ન મળતાં શોધખોળ શરૂ:વેરાવળથી 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં બાગરિયાપાડાનો ખલાસી ગુમ
    Next Article
    ‘સ્વચ્છતા હી સેવા 2026’:મનપાનું 13 વોર્ડમાં મહાસફાઈ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment