Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 દેશોનું ડેલિગેશન વડોદરાની મુલાકાતે:લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી સાથે વિદેશી મહેમાનો ડિનર કરશે, નવરાત્રી મહોત્સવમાં જોડાઈ ગરબા નિહાળશે

    10 hours ago

    વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓનું એક વિશાળ ડેલિગેશન સાંસ્કૃતિક નગરી વડોદરાની મુલાકાતે પહોંચ્યું છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન વિદેશી મહેમાનોએ વડોદરાના સમૃદ્ધ ઐતિહાસિક વારસા, કલા અને લોકજીવનની નજીકથી અનુભૂતિ કરી હતી. અતિથિઓએ શહેરના મુખ્ય આકર્ષણ સમાન મ્યુઝિયમ, ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસ તેમજ ઐતિહાસિક સુરસાગર સહિતના જાણીતા સ્થળોની મુલાકાત લઈ વાસ્તુશૈલી અને સાંસ્કૃતિક ભવ્યતાને બિરદાવી હતી. પેલેસ ખાતે ડેલિગેશને મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. વિશ્વવિખ્યાત ગરબા મહોત્સવ પણ નિહાળશે આ પ્રવાસ માત્ર ઐતિહાસિક સ્થળો પૂરતો સીમિત ન રાખતાં, યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગુજરાતની ઓળખ સમાન ગરબા સંસ્કૃતિના દર્શનનો પણ તેમાં સમાવેશ કરાયો છે. વડોદરામાં ચાલી રહેલા વિશ્વવિખ્યાત ગરબા મહોત્સવમાં આ તમામ વિદેશી મહેમાનો વિશેષ ઉપસ્થિત રહી ગરબાની ભવ્યતા નિહાળશે. સ્થાનિક વહીવટી તંત્ર અને અગ્રણીઓ દ્વારા આ વૈશ્વિક અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે વડોદરાના પર્યટનને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ ચર્ચે જાગી બીજી તરફ આ મુલાકાત દરમિયાન સરકારી તંત્રમાં સંકલનનો ભારે અભાવ છતો થયો હતો. વિદેશી ડેલિગેશન સવારે 11:00 વાગે સુરસાગર તળાવની મુલાકાતે આવવાનું હોવાનો મેસેજ મળતાં જ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને મ્યુનિસિપલ ચેરમેન સહિતના પદાધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. જોકે, ડેલિગેશન અન્ય સ્થળે રોકાયેલું હોવાથી સુરસાગર પહોંચ્યું જ ન હતું. સમયપત્રકમાં ફેરફાર અંગેનો મેસેજ પદાધિકારીઓ સુધી ન પહોંચાડાતાં તેમણે વીલા મોંએ પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાને પગલે અધિકારીઓ પદાધિકારીઓને ગણકારતા ન હોવાનો ગણગણાટ રાજકીય વર્તુળોમાં શરૂ થયો છે.
    Click here to Read More
    Previous Article
    સર્વપિત્રી શનિ અમાસે ભક્તોનું ઘોડાપૂર.:જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે સર્વપિત્રી શનિ અમાસ નિમિત્તે પિતૃ તર્પણ અને સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા.
    Next Article
    'He Died In The Hospital': When Nana Patekar Spoke To NDTV About Not Having Money For Father's Treatment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment