Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર્વપિત્રી શનિ અમાસે ભક્તોનું ઘોડાપૂર.:જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે સર્વપિત્રી શનિ અમાસ નિમિત્તે પિતૃ તર્પણ અને સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા.

    10 hours ago

    ​જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે સર્વપિત્રી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે પિતૃઓના તર્પણ અને પૂજન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે શનિવારના દિવસે અમાસનો સંયોગ બનતા શનિ અમાસના વિશેષ ધાર્મિક મહત્ત્વને લઈને ભાવિકોમાં અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ​શ્રાદ્ધ પક્ષની સર્વપિત્રી અમાસના પવિત્ર દિવસે જૂનાગઢના દામોદર કુંડ ખાતે સંપૂર્ણ ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી પિતૃઓના મોક્ષ અને પરિવારની સુખ-શાંતિ માટે પિતૃપૂજન સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી. આ ઉપરાંત ભક્તોએ પીપળાના વૃક્ષે જળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક માન્યતા મુજબ પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, જ્યારે શનિદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ, સંપત્તિ અને શાંતિ મળે છે તેવા ભાવ સાથે સમગ્ર તીર્થક્ષેત્ર ભક્તિમય બની ગયું હતું. ​રાજકોટથી દર્શનાર્થે આવેલા ભાવિક બિપિન દવેએ જણાવ્યું હતું કે તેઓ ખાસ રાજકોટથી આવ્યા છે અને દામોદર કુંડમાં સ્નાન કરીને શનિવાર તથા અમાસના પવિત્ર સંયોગનો લાભ લઈ રહ્યા છે. સર્વ પિતૃ દેવતાઓ રાજી રહે, સમગ્ર કુટુંબ પર પિતૃઓની અક્ષય કૃપા રહે અને તેઓ સૌની રક્ષા કરે તે માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભાદરવી અમાસ એ પિતૃ તર્પણ માટેનો ખૂબ જ મોટો અને પાવન ઉત્સવ છે, જ્યાં પિતૃ દેવતાઓને તથા તુલસી માતાને જળ અર્પણ કરીને પિતૃઓ પાસે સર્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવે છે. ​દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે શ્રાદ્ધ પક્ષના આ અંતિમ દિવસે શનિવાર અને અમાસનો ખાસ સંયોગ એટલે કે 'શનિ અમાસ' બનતા વિશેષ સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. આજના દિવસનું મહત્ત્વ એ છે કે જો પિતૃઓ પ્રસન્ન થાય તો સર્વ દેવો અને શનિદેવ પણ પ્રસન્ન થાય છે. પિતૃઓને તૃપ્ત કરવાથી તથા શનિદેવની કૃપા પ્રાપ્ત થવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. આ પુણ્યફળ પ્રાપ્ત કરવા ભાવિકો વિધિવત સ્નાન અને પિતૃ પૂજન કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ પોલીસે ડ્રગ્સ, સાયબર ક્રાઈમ સામે જાગૃતિ કાર્યક્રમ કર્યો:સેવા સંકલ્પ અભિયાન હેઠળ ટાઉન હોલ ખાતે લોકોને ટ્રાફિક નિયમોની સમજ આપી
    Next Article
    30 દેશોનું ડેલિગેશન વડોદરાની મુલાકાતે:લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી સાથે વિદેશી મહેમાનો ડિનર કરશે, નવરાત્રી મહોત્સવમાં જોડાઈ ગરબા નિહાળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment