Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘બીચ બંધુ’ અભિયાન બન્યું જનભાગીદારીનું પ્રેરણાદાયી માધ્યમ:કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કોળીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

    16 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભાવનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ‘બીચ બંધુ’ અભિયાન અંતર્ગત ઘોઘા તાલુકાના કોળીયાક બીચ ખાતે મેગા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાનમાં દરિયાકિનારેથી પ્લાસ્ટિકનો કચરો, બોટલો અને થેલીઓ એકત્રિત કરીને દરિયાઈ પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ દરિયાકિનારા અને પર્યાવરણની જાળવણી માટે સ્વચ્છતાના શપથ પણ લીધા હતા. સ્વચ્છતા અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દરિયામાં જતો પ્લાસ્ટિકનો કચરો જળચર જીવો માટે અત્યંત જોખમી છે, તેથી દરિયાઈ સંસાધનોનું જતન કરવું એ સૌ નાગરિકોની સામૂહિક ફરજ છે. તેમણે યુવાનોને પ્રકૃતિ સાથે જોડાવા આહવાન કર્યું હતું અને ઉમેર્યું હતું કે નાગરિકો વોટ્સએપ લિંક દ્વારા સરળતાથી નોંધીને ‘બીચ બંધુ’ બની શકે છે. વધુમાં, વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા ભાવનગર શહેર અને જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં દર મહિનાના છેલ્લા રવિવારે નિયમિત સ્વચ્છતા અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. સામાજિક સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા આ જનઅભિયાનમાં ડૉ. ગણેશ બારૈયા, માય ભારત ગ્રુપ, ભાવનગર મેડિકલ કોલેજ અને ઘોઘા સરકારી કોલેજના વિદ્યાર્થીઓ તથા આચાર્ય, સ્થાનિક સરપંચ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સામાજિક સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ફૂડ વિભાગનું ચેકિંગ, દૂષિત તેલનો નાશ:ગણેશોત્સવ ટાણે સ્વીટ-ફરસાણની દુકાનમાંથી બર્ફી અને કચોરીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
    Next Article
    ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઇકોર્ટની ટકોર:ભરતીની સ્થિતિ અંગે સોગંદનામુ રજૂ કરવા સરકારને નિર્દેશ, અધિકારીઓની પોસ્ટ જ ખાલી, વધુ સુનાવણી 23 ડિસેમ્બરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment