Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ફૂડ વિભાગનું ચેકિંગ, દૂષિત તેલનો નાશ:ગણેશોત્સવ ટાણે સ્વીટ-ફરસાણની દુકાનમાંથી બર્ફી અને કચોરીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

    15 hours ago

    ગણેશોત્સવના તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. વલસાડ સર્કલ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વલસાડમાં આવેલી જોધપુર સ્વીટ્સમાં અચાનક તપાસ કરી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર બી. કે. પટેલની ટીમે દુકાનમાં વપરાતા ખાદ્ય તેલ અને કચોરી-સમોસા તપાસ્યા હતા. તેમને તળેલા તેલમાં TPC (Total Polar Compounds) નું પ્રમાણ 34.5 ટકા જેટલું ખૂબ ઊંચું મળ્યું હતું. આરોગ્ય માટે હાનિકારક એવા આ તળેલા તેલનો આશરે 6.5 લીટર જથ્થો તરત જ નાશ કરાયો હતો. આ સિવાય આશરે 5 કિલો બેકરી પ્રોડક્ટ્સ પણ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવી હતી. ગ્રાહકોને અપાતી મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા તપાસવા માટે વિભાગે 'સ્ટ્રોબેરી બર્ફી (લૂઝ)' અને 'કચોરી (લૂઝ)' ના સેમ્પલ લીધા છે. આ સેમ્પલને વધુ તપાસ માટે રાજકોટની સરકારી લેબોરેટરીમાં મોકલાયા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા પછી કાયદાકીય કાર્યવાહી કરાશે, એમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું. તહેવારોના દિવસોમાં મોંઘી અને હલકી ગુણવત્તાવાળી વાનગીઓ વેચતા વેપારીઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ અચાનક કાર્યવાહીથી ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત:મિત્રની મદદે જતાં ચુનારાવાડના યુવક પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું, સ્થળ પર જ કરૂણ મોત
    Next Article
    ‘બીચ બંધુ’ અભિયાન બન્યું જનભાગીદારીનું પ્રેરણાદાયી માધ્યમ:કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કોળીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment