Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત:મિત્રની મદદે જતાં ચુનારાવાડના યુવક પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું, સ્થળ પર જ કરૂણ મોત

    18 hours ago

    રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કુવાડવા નજીક રિક્ષા બંધ પડી જતાં મુશ્કેલીમાં મુકાયેલા મિત્રને સહાય કરવા જઈ રહેલા રાજકોટના ચુનારાવાડ વિસ્તારના 30 વર્ષીય યુવકને બેફામ દોડતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવક પર ડમ્પરનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહેશભાઈ એક્ટિવા પર આગળ અને સાથીદારો પાછળ હતા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ચુનારાવાડ શેરી નંબર 7માં રહેતા મહેશભાઈ લક્ષ્મણભાઈ બોળિયા (ઉં.વ. 30) ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ પોતાનું એક્ટિવા લઈને મિત્રો સાથે કુવાડવા જવા નીકળ્યા હતા. કુવાડવા નજીક તેમના એક મિત્રની રિક્ષામાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે બંધ પડી ગઈ હતી, જેથી તેને મદદરૂપ થવા માટે મહેશભાઈ અને અન્ય બે મિત્રો અલગ-અલગ વાહનો પર રવાના થયા હતા. મહેશભાઈ પોતાના એક્ટિવા પર આગળ ચાલી રહ્યા હતા જ્યારે તેમના મિત્રો પાછળ અન્ય વાહન પર આવી રહ્યા હતા. માલિયાસણ પાસે ડમ્પરનું ટાયર માથા પરથી ફરી વળ્યું તેઓ જ્યારે માલિયાસણ ગામ નજીક હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર (નંબર: GJ-03-BY-7370) ના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મહેશભાઈ રોડ પર ફંગોળાઈને સીધા ડમ્પરના પૈડા નીચે આવી ગયા હતા. ડમ્પરનું તોતિંગ ટાયર યુવાનના માથાના ભાગ પરથી ફરી વળતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. 3 માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી અકસ્માત બાદ અરેરાટી ફેલાઈ ગઈ હતી અને કુવાડવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહેશભાઈ સ્થાનિક કારખાનામાં સામાન્ય મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા. તેમના અકાળે અવસાનથી એક પુત્ર અને બે પુત્રી સહિત ત્રણ નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં ગરીબ પરિવારમાં આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડોદરામાં:MS યુનિવર્સિટીના 75માં પદવીદાન સમારોહમાં 202 ગોલ્ડ મેડલ એનાયત થશે, 127 વિદ્યાર્થિનીઓ અને 75 વિદ્યાર્થીઓ શૈક્ષણિક સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલ મેળવશે
    Next Article
    વલસાડમાં ફૂડ વિભાગનું ચેકિંગ, દૂષિત તેલનો નાશ:ગણેશોત્સવ ટાણે સ્વીટ-ફરસાણની દુકાનમાંથી બર્ફી અને કચોરીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment