Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઇકોર્ટની ટકોર:ભરતીની સ્થિતિ અંગે સોગંદનામુ રજૂ કરવા સરકારને નિર્દેશ, અધિકારીઓની પોસ્ટ જ ખાલી, વધુ સુનાવણી 23 ડિસેમ્બરે

    15 hours ago

    રાજ્યમાં ફાયર સેફ્ટીના મામલે થયેલી રિટની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ હતી. જેમાં ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત એડવોકેટ અમિત પંચાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ફાયર સેફ્ટીના મામલે ઓથોરિટી દ્વારા નોંધપાત્ર કાર્યવાહી થઇ રહી છે, પરંતુ ફાયર વિભાગમાં ફાયર અધિકારીઓની મહત્ત્વપૂર્ણ પોસ્ટ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. હાઇકોર્ટે આ દલીલની નોંધ લઇ ભરતી અંગેની પરિસ્થિતિ વિશે સોગંદનામા મારફતે કોર્ટને જણાવવા તંત્રને નિર્દેશ આપ્યા છે. આ કેસની વધુ સુનાવણી 23 ડિસેમ્બરે રાખવામાં આવી છે. સ્ટાફ નિમણૂક અને લાયકાત તેમજ યોગ્યતા વગેરે શું હોઇ શકે આ મામલે ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ફાયર વિભાગમાં સ્ટાફ સહિતની ભરતીનો મામલો કોના અંતર્ગત આવે છે અને આ કાર્યવાહી કઇ રીતે થાય એ વિશે શું, એની શું જોગવાઇ છે. કોર્ટ આ રેગ્યુલેટિવ પાવર્સ કોના હસ્તક છે અને એ માટેની પ્રક્રિયા શું છે એ જ જાણવા માંગે છે. સ્ટાફની નિમણૂક અને એમની લાયકાત અને યોગ્યતા વગેરે શું હોઇ શકે એવું કંઇ પણ સ્પષ્ટ છે. શું ડાયરેક્ટર કોઇ પણ રેગ્યુલેશન્સ વિના તેની કામગીરી કરી શકે. હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી. આ સમગ્ર મામલો હવે ડાયરેક્ટરના ફંક્શન્સ પુરતો અટક્યો છે. જો એકવાર કોર્ટના રેકર્ડ પર એ આવી જાય તો આ રિટ પિટિશનમાં કંઇ બાકી બચતું નથી અને તેનો નિકાલ કરી શકાય. જો પોસ્ટ ખાલી હોય તો કાર્યવાહી યોગ્ય રીતે કઇ રીતે થઇ શકે શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ફાયર અધિકારી ખૂબ જ મહત્ત્વની પોસ્ટ છે અને ફાયર સ્ટેશનનો એક સંચાલક હોય છે. તેવા સંજોગોમાં એ પોસ્ટ જ જો ખાલી હોય તો કાર્યવાહી યોગ્ય રીતે કઇ રીતે થઇ શકે. હાઇકોર્ટે પણ ટકોર કરી હતી કે, આગ લાગવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થતો જણાય છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવારોમાં અને ત્યારબાદ ગરમ વાતાવરણના લીધે પણ ઘણીવાર આગ લાગતી હોય છે. ભરતીની પરિસ્થિતિ શું છે એની માહિતી આપવામાં આવે કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે ભરતીની પરિસ્થિતિ શું છે એની માહિતી આપવામાં આવે. ભરતી માટેની શું કાર્યવાહી થઇ રહી છે તેની પણ જાણકારી કોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવે. આ કેસની વધુ સુનાવણી હવે આગામી દિવસોમાં થશે.
    Click here to Read More
    Previous Article
    ‘બીચ બંધુ’ અભિયાન બન્યું જનભાગીદારીનું પ્રેરણાદાયી માધ્યમ:કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કોળીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
    Next Article
    32 હજારથી વધુ લોકો જોડાયા શ્રમદાનમાં જોડાયા:'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 200 સ્થળો પર મહાસફાઈ અભિયાન, 216 ટન કચરાનો નિકાલ, 34 ટન પ્લાસ્ટિક અલગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment