Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC 1.5 કરોડનું આંધણ કરશે:રોડ પરના બંધ પડેલા વાહનો ઉપાડવાની જવાબદારી ટ્રાફિક પોલીસની હોવા છતાં કોર્પોરેશને માથે લીધી

    8 hours ago

    શહેરમાં રોડ ઉપર અડચણરૂપ તરીકે પાર્ક કરેલા વાહનોને દૂર કરવાની કામગીરી ટ્રાફિક પોલીસની હોય છે. રોડ ઘણા સમયથી પાર્ક કરેલા વાહનોને દૂર કરવાની કામગીરી ટ્રાફિક પોલીસની જવાબદારી હોવા છતાં પણ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પ્રજાના 1.5 કરોડ રૂપિયા આવા વાહનોને હટાવવા પાછળ કરવા અંગેની વિવાદાસ્પદ દરખાસ્ત ચૂંટણી બાદની સૌપ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી કરવામાં આવી છે. રોડ પર પાર્ક કરેલી ગાડીઓને દબાણ, રોડ ખુલ્લા કરવા અને સ્વચ્છતાના નામે દૂર કરવા ટ્રાફિક પોલીસને જવાબદારી સોંપવાની જગ્યાએ કોર્પોરેશન 9 ક્રેન છ મહિના માટે ટ્રાફિક પોલીસની એજન્સી પાસેથી ભાડે લેવાની દરખાસ્ત મંજૂર કરાતા અનેક સવાલ ઊભા થયા છે. 9 ક્રેઈન ભાડેથી મેળવવાની દરખાસ્ત મંજૂર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના ટી.પી. રોડ ખુલ્લા કરવા માટે રસ્તા પરના બંધ પડેલી ગાડીઓને દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. શહેરના જુદા જુદા રસ્તા પરથી ઘણા સમયથી બંધ પડેલી ગાડીઓને હટાવવા માટે 6 મહિના માટે 9 ક્રેઈન ભાડેથી મેળવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. તમામ વોર્ડમાં ટીપી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સારુ આ રસ્તાઓ પર પડી રહેલા ડેડ ફોર વ્હીલર વાહનો દુર કરવા માટે તથા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સધન સફાઈ ઝુબેશ હાથ ધરાઈ હોઈ રસ્તા પરનાં દબાણો તથા વાહનો દૂર કરવા ઉચ્ચ લેવલે થયેલા નિર્ણય અનુસાર એસ્ટેટ વિભાગ તથા ટ્રાફિક પોલીસ વિભાગની સંયુક્ત ડ્રાઈવ JET (Joint Enforcement Team) અંતર્ગત જુદા જુદા ઝોન ખાતેથી માંગણી મુજબ જરૂરી ટોઈગ કેઇન વાહનો ફાળવવાના થાય છે. એક વાહનનું પ્રતિદિન ભાડું 4633 રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ ખાતે આ પ્રકારની ફોર વ્હીલર માટેની ટોઇંગ ક્રેઈન ઉપલબ્ધ ન હોવાથી આ પ્રકારના ક્રેઈન વાહનો ભાડેથી મેળવવા અને ફાળવવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલા ટેન્ડરમાં સૌથી ઓછા ભાવો ઓફર કરેલી એજન્સી મે. રોનક ટ્રેડર્સ પાસેથી પ્રતિ વાહનના 8 કલાકની શિફટના ભાડાના ભાવ રૂ. 4633 (જી.એસ.ટી. સહિત) અનુસાર દૈનિક 9 નંગ ક્રેઇન વાહનો આગામી ૬ માસની કામગીરીને ગણતરીમાં લેતા અંદાજે રૂ.1.50 કરોડથી વધુનો ખર્ચ થશે. AMC દ્વારા શહેરીજનોને પૂરી પાડવામાં આવતી પાણી, ડ્રેનેજ, રોડ જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત લાઈટ, પરિવહન, સફાઈ, આરોગ્ય સુવિધા સહિત સેવાઓ પૂરી પાડવા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું જરૃરી છે. રોડ ઉપર બંધ પડેલા વાહનોને દૂર કરવાની કામગીરી ટ્રાફિક પોલીસની હોવા છતાં AMC દ્વારા આ વધારાની જવાબદારી ઉપાડવાની હિલચાલ હાથ ધરવાને પગલે વિવાદ સર્જાયો છે. AMC પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ કરાશે આ કામગીરી માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા નક્કી કરાયેલા ટેન્ડર અને નક્કી કરેલી એજન્સી પાસેથી જ ક્રેઈન ભાડેથી મેળવવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આ પ્રકારે રસ્તા પરથી ડેડ ફોર વ્હીલર ઉપાડવાનો ખર્ચ AMCને માથે આવશે. એટલેકે પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ કરાશે. આમ, છેવટે `કન્યાની કેડે ભાર’ કહેવતની જેમ પ્રજાના ટેક્સના પૈસા વેડફાશે. આ પ્રકારે રસ્તા પરથી ડેડ ફોર વ્હીલર ઉપાડવા, દૂર કરવા માટે ડેડ ફોર વ્હીલરના માલિક પાસેથી કોઈ રકમ કે દંડ વસૂલ કરાશે કે નહીં, તે અંગે AMC કમિશનરની દરખાસ્તમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો નથી
    Click here to Read More
    Previous Article
    સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:23 વર્ષના યુવકની એસિડ રેડી કટરથી હત્યા કરનાર બેચર કાકડિયાને ફાંસીની સજા
    Next Article
    જામનગરમાં 14 સ્થળોએ 'વન કવચ' વિકસાવાયા:15.5 હેક્ટરમાં ₹381.25 લાખના ખર્ચે વન વિભાગની પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment